તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • First Year Colleges To Be Started Across The State, Owaisi Says In Ahmedabad Why Doesn't Modi Speak When China Is Occupying 1000 Square Meters

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:રાજ્યભરમાં ફર્સ્ટ યરની કોલેજો શરૂ થશે, ઓવૈસીએ અમદાવાદમાં કહ્યું-1000 સ્કવેર મીટર પર ચીન કબજો જમાવીને બેઠું છે ત્યારે મોદી કેમ બોલતા નથી

અમદાવાદ18 દિવસ પહેલા

નમસ્કાર!

56 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર મનપાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે...ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

આ 4 ઘટના પર રહેશે નજર
1) રાજ્યભરમાં ફર્સ્ટ યરની કોલેજો શરૂ થશે, વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગ-ઝેગ આકારમાં રહેશે.
2) 56 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે.
3) અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર મનપાની ચૂંટણીનાં ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે.
4) તાલુકા અને જિલ્લા પંચાયત સહિત નગરપાલિકાઓની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો બીજો દિવસ.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) AIMIM ચીફે અમદાવાદમાં કહ્યું-1000 સ્કવેર મીટર પર ચીન કબજો જમાવીને બેઠું છે ત્યારે મોદી કેમ બોલતા નથી
અમદાવાદમાં રેલી બાદ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પર AIMIM ઓવૈસીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભા સંબોધતી વખતે ઓવૈસીએ કહ્યું કે, 56 ઇંચની છાતી હોય તો ચીનને સબક શિખવાડ્યું હોત. 1000 સ્કવેર મીટર પર ચીન કબજો જમાવી બેઠું છે, ત્યારે કેમ મોદી બોલતા નથી. મોદીને સવાલ કર્યો કે 2020માં ચીન કેમ ઘૂસ્યું? કેમ કે દેશમાં નફરત ફેલાઈ રહી છે અને એનો ફાયદો ઉઠાવવા આવ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

2) રાજકોટના પ્રવાસીએ ઉત્તરાખંડના જળપ્રલયની તબાહીનો વીડિયો દિવ્યભાસ્કર સાથે શેર કર્યો
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં રવિવારે ગ્લેશિયર પડવાને કારણે બંધ તૂટ્યો હતો. આથી ધૌલીગંગા નદીમાં જળ સ્તર અચાનક વધી ગયું હતું. ત્યારે રાજકોટથી 50થી વધુ પ્રવાસીઓ હરિદ્વાર ગયા છે. જેમાંના કૃષ્ણાબેન ગોહેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે ગુજરાતથી 50 પ્રવાસીઓ આવ્યા છીએ. અમે સુરક્ષિત છીએ. મારા ડ્રાઇવરે પોતાના મોબાઇલમાં જળપ્રલયની તબાહીનો વીડિયો ઉતાર્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

3) પાલનપુર હાઇવે પર બેફામ આવતી કારે ત્રણ મહિલાને અડફેટે લીધી, મહિલાઓ હવામાં ફંગોળાઇ, બેનાં મોત
પાલનપુર હાઇવે પર એક બેફામ આવતી કારે ત્રણ મહિલાઓને ઉડાડી હતી. આ ગંભીર અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે મહિલાઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન વધુ એક મહિલાનું મોત થયું હતું.
વાંચો સમાચાર વિગતવાર

4) બાબરા નજીક ટ્રકે 70 ઘેટાંને અડફેટે લીધા, 22ને કચડી માર્યાં, હાઈવે લોહીલુહાણ, માલધારી સમાજે વળતર માગ્યું
અમરેલી જિલ્લાના બાબરાના ચરખા ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા 70 જેટલા ઘેટાંને ટ્રકચાલકે અડફેટે લીધાં હતા, જેમાંથી 22 જેટલા ઘેટાંનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 12 જેટલાં ઘેટાં ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.
વાંચો સમાચાર વિગતવાર

5) સુરતના પલસાણામાં સસરાએ મિત્ર સાથે મળી જમાઈની અપહરણ બાદ હત્યા કરી, તરફડિયા મારીને મોત ન થયું ત્યાં સુધી ત્યાં જ રોકાયા
સુરતના પલસાણામાં પ્રેમલગ્ન બાદ દારૂના નશામાં વારંવાર સસરા સાથે ઝઘડો થતા સસરાએ મિત્ર સાથે મળીને જમાઈનું કાસળ કાઢી નાખ્યું હતું, જે ઘટનામાં કડોદરા પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. સસરા અને તેના મિત્રએ જમાઈનું અપહરણ કરી રૂમાલ વડે ટૂંપો આપી બ્લેડ વડે ગળાના ભાગે ઘા કરી હત્યા કરી હતી. હત્યા બાદ જમાઈ તરફડિયા મારી રહ્યો હતો અને જ્યાં સુધી મોત નહિ થાય ત્યાં સુધી બંને ત્યાં રોકાયા હતા.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો