તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવેશ પ્રકિયા:પ્રથમ વર્ષ BAમાં 12મી સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન થશે; રાજ્યમાં 41 કોલેજની કુલ 15,570 બેઠકો છે

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટી - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત યુનિવર્સિટી - ફાઇલ તસવીર
  • પ્રોવિઝનલ મેરિટ 16 સપ્ટેમ્બરે, ફાઇનલ મેરિટ લિસ્ટ 20 સપ્ટેમ્બરે જાહેર થશે

ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ બીએ વિદ્યાશાખાના 41 કોલેજોની 15570 બેઠકો પરના વિસ્તૃત પ્રવેશ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ વિદ્યાર્થીઓ 12મી સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને, ચોઈસ ફીલિંગ કરાવી શકશે.

પ્રથમ વર્ષ બીએ એડમિશન કમિટીના ઓફિસર ઓન સ્પેશિયલ ડયુટી (ઓએસડી) ડો. જયેશ સોલંકીએ જણાવ્યું હતુ કે,‘બીએ,બીઆઈએમસી કોર્સની રજીસ્ટ્રેશન પ્રક્રિયા છઠ્ઠી સપ્ટેમ્બર,2021 સોમવારથી શરુ થઈ છે અને તે 12મી સપ્ટેમ્બર, 2021 સુધી ચાલશે. આ રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા ધોરણ પાસ થયેલા વિદ્યાર્થીઓને માટે https:// oas2021.gujaratuniversity.ac.in પરથી કરી શકાશે.

પ્રવેશ કાર્યક્રમની વિગતો

  • પ્રોવિઝનલ મેરિટ 16મી સપ્ટેમ્બર, સાંજે સાત પછીથી
  • વિદ્યાર્થીની કોઈ પણ સમસ્યા અંગે 17મી સપ્ટેમ્બરથી 18મી સપ્ટેમ્બર,2021
  • ફાઈનલ મેરીટ લિસ્ટ (કોલેજની ફાળવણી) 20મી સપ્ટેમ્બર,2021 (સાંજે સાત પછીથી)
  • ફી ભરવાની તારીખ (કોલેજ રીપોર્ટીંગ) 21મી અને 25મી સપ્ટેમ્બર,2021
અન્ય સમાચારો પણ છે...