પતિ-પત્ની વચ્ચે ઝગડો થયો હતો?:પહેલા પત્ની રિદ્ધિએ કૂદકો માર્યો, 4 મિનિટ બાદ દીકરી આકાંક્ષાને બાથ ભીડીને પિતા કુલદીપસિંહ પણ 12મા માળેથી કૂદ્યા

અમદાવાદએક મહિનો પહેલા

અમદાવાદના સોલા વિસ્તારમાં એક પોલીસકર્મચારીએ તેની પત્ની અને બાળકો સાથે આત્મહત્યા કરી લીધી છે. હવે મૃતક પોલીસકર્મચારીએ છેલ્લે કરેલા મેસેજની પણ વિગતો સામે આવી રહી છે, જેમાં ગ્રેડ-પેથી લઈને પોતાના નજીકના પોલીસકર્મીઓ, મમ્મી-પપ્પા અને નાની દીકરી આકાંક્ષા વિશે વાતો લખી છે, જે ભલભલાને હચમચાવી દે એવી છે. આ મેસેજમાં દરેકને એક-એક શબ્દ લખ્યા છે, જેમાં કોઈને 1000 રૂપિયા આપવાના બાકી છે એ પણ લખ્યું છે. પોલીસ-ઇન્સ્પેક્ટર ખાંભલાની પણ તેણે પ્રશંસા કરી છે. એક છેલ્લી લાઈનમાં તેમણે ઉપર લખ્યું છે કે IPS અધિકારીઓ ખૂબ રૂપિયા ખાય છે, પણ તેઓ જ પગાર વધારવા દેતા નથી. આ અંતિમ મેસેજ સંદર્ભે હાલ સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.

કુલદીપસિંહ ખૂબ જ હસમુખા સ્વભાવના હતા
શહેરના ગોતા વિસ્તારમાં આવેલી દીવા હાઈટ્સ, જેમાં 12મા માળે રહેતા કુલદીપસિંહ તેમની પત્ની રિદ્ધિ અને દીકરી આકાંક્ષા સાથે રહેતા હતા. કુલદીપસિંહ ખૂબ જ હસમુખા સ્વભાવના હોવાનું આસપાસના લોકો કહે છે. કુલદીપસિંહ ગઈકાલે સાંજે 5:30 વાગે દીવા હાઇટ્સના કમ્પાઉન્ડમાં ઇવનિંગ વોક કરતા હતા ત્યારે તેમણે આસપાસ ઊભેલા સિક્યોરિટી ગાર્ડ સાથે પણ કેમ છો, મજામાંની વાત કરી હતી. એ સમયે શું થઈ રહ્યું છે, શું થવાનું છે, કોઈને ક્ષણભર પણ ખબર ન હતી.

સોસાયટીમાં અરેરાટીભર્યાં દૃશ્યો સર્જાયાં હતાં.
સોસાયટીમાં અરેરાટીભર્યાં દૃશ્યો સર્જાયાં હતાં.

રાત્રે પરિવાર કોઈને ત્યાં જમવા ગયો હતો
એક એવી પણ વાત ચર્ચાઈ રહી છે કે કુલદીપસિંહ તેમના નજીકના કોઈ પોલીસકર્મીને ત્યાં પોતાની દીકરી અને પત્નીની સાથે રાતે જમવા ગયા હતા અને ત્યાં 11:30 વાગ્યે ત્યાંથી નીકળીને ઘરે પરત આવ્યા હતા. આ 11.38 વાગ્યે પોતાના વ્હોટ્સએપ સ્ટેટસમાં એક મેસેજ કર્યો હતો. ‘જીવી લઈએ જિંદગી, વીતે એને વખત કહેવાય.’ બસ, આ છેલ્લા સ્ટેટસ બાદ મોડી રાતે તેમણે તેમના નજીકના મિત્રોને એક મેસેજ કર્યો હતો. પછી તેમના જીવનમાં શું બન્યું એ કોઈને ખબર નથી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, એક વાગ્યા પછી એક એક ધડાકાભેર અવાજ આવ્યો અને લોકો દોડીને નીચે આવ્યા ત્યારે દિવ્યા હાઇટ્સના કેમ્પસમાં લોહીનાં ખાબોચિયાં પડ્યાં હતાં.

રાત્રે કોઈ નજીકના મિત્રને ઘરે પરિવાર જમવા ગયો હતો.
રાત્રે કોઈ નજીકના મિત્રને ઘરે પરિવાર જમવા ગયો હતો.

પહેલા પત્ની, પછી પિતા દીકરીને લઈને કૂદ્યા
આ બનાવમાં પહેલા રિદ્ધબેન કૂદ્યાં હતાં, તેની ગણતરીની ચાર મિનિટ બાદ કુલદીપસિંહ પોતાની દીકરી આકાંક્ષા સાથે કૂદ્યા અને અવાજ પણ ખૂબ જ ભયાનક હતો. દીકરી આકાંક્ષાના માંસના લોચેલોચા નીકળી ગયા હતા. લોકો કાગળથી તો કોઈ ગોદડીના ટુકડાથી આ લોકોને ભેગા કરી રહ્યા હતા. કાળને કોણ રોકી શકે. આ તમામનાં પ્રાણપંખેરું ઊડી ગયાં હતાં. આ ઘટનાથી પોલીસ સહિત કુલદીપસિંહના પરિવારમાં આઘાતની લાગણી છે.

અન્ય સમાચારો પણ છે...