800 મકાન અને 100 દુકાન બનશે:અમદાવાદમાં હાઉસિંગના 313 સભ્યોની સોસાયટી રિડેવલપમેન્ટમાં સંમત થયાની પ્રથમ ઘટના

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોસાયટી રિડેવલપમેન્ટમાં જતાં રહીશોએ ગરબે ઘૂમ્યા હતા. - Divya Bhaskar
સોસાયટી રિડેવલપમેન્ટમાં જતાં રહીશોએ ગરબે ઘૂમ્યા હતા.
  • નારણપુરાની રામેશ્વર સોસાયટીના તમામ સભ્યો 6 વર્ષે રિડેવલપમેન્ટ માટે તૈયાર થયા

ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં સરકારી કાયદાની આંટીઘૂંટીના લીધે સભ્યો-બિલ્ડરો વચ્ચે સર્વસંમતિ સધાતી ન હોવાથી સંખ્યાબંધ સોસાયટીમાં રિડેવલપમેન્ટ પ્રક્રિયા ધીમી ગતિએ ચાલી રહી છે. નારણપુરાની ગુજરાત હાઉસિંગ બોર્ડની રામેશ્વર સોસાયટીના 312 ફ્લેટ માલિકોની સામૂહિક સંમતિથી રિડેવલપમેન્ટ ફાઇનલ થઇ ગયું છે.

આટલી મોટી સ્કીમ રિડેવલપમેન્ટમાં ગઇ હોવાની રાજ્યની પ્રથમ ઘટના છે. સોસાયટીના 20,749 ચોરસ મીટરપ્લોટમાં નવા 500 મળી કુલ 800 મકાનો અને 100 દુકાનો બનશે. બુધવારે આતશબાજી કરી, મીઠાઇ વહેંચીને સભ્યો ગરબે ઘુમ્યા હતા. રિડેવલપમેન્ટ માટે શ્રીધર ઇન્ફ્રાકોન એલએલપી બિલ્ડરને કામ સોંપાયું છે.

સોસાયટીના સ્થાનિક રહીશ અને ફેડરેશનના સભ્ય સંદીપ ત્રિવેદી અને આગેવાનોએ કહ્યું કે, વર્ષ 2017થી સોસાયટીના રિડેવલપમેન્ટના પ્રયાસ ચાલે છે. શરુઆતમાં હાઉસિંગ બોર્ડની સાદી ફોર્મેટમાં બે વર્ષની મહેનત બાદ 60 ટકા સભ્યોએ સંમતિ દર્શાવ્યા પછી નોટરી સંમતિ સાથે મિનિમમ 75 ટકા સંમતિનો નિયમ આવતા કોરોનાની મહામારી વચ્ચે સભ્યોએ નવા નિયમ મુજબ સંમતિ આપી હતી. 2020માં 75 ટકાથી વધુ સંમતિ મળી હતી.

14 માળના 15 ટાવર બનાવાશે
ફેબ્રુઆરી 2022માં બોર્ડની ઓનલાઇન પ્રક્રિયામાં ડેવલપરની ફાઇનલ નિમણૂક કરાઇ હતી. બે ભાગમાં પ્લાનનો સોસાયટીના સભ્યોએ વિરોધ કર્યા બાદ ડેવલપરે નવો પ્લાન મૂકતાં, જેનો સભ્યોએ સ્વીકાર કર્યો હતો. રિડેવલપમેન્ટના પ્લાન મુજબ 14 માળના 15 ટાવર બનશે. હાલ સભ્યો જે દિશામાં રહે છે, તે દિશામાં જ ફલેટ મળશે. ઉપરાંત નવા મકાનનું પઝેશન મળે નહીં ત્યાં સુધી મકાનનું ભાડું વાર્ષિક વધારા સાથે મળશે. એક બાજુનો ટ્રાન્સપોર્ટેશન ચાર્જ મળશે. હયાત મકાન 58 ચો.મી. છે. જેમાં 40 ટકા પ્રમાણે 22 ટકા વધુ એરિયાવાળું મકાન મળશે. અદ્યતન સુવિધા મળશે. તમામ સભ્યોને એક કાર અને બે ટુવ્હીલરનું પાર્કિંગ મળશે. રિડવેલપમેન્ટની પ્રક્રિયા બાદ સોસાયટીના રહીશોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...