ભાસ્કર એક્સકલૂઝિવ:પ્રથમ ગૌસેવાધામ સુરભિ શક્તિપીઠ સાબરમતી તટે સ્થપાશે, શંકરાચાર્યની હાજરીમાં 1 નવેમ્બરે ભૂમિપૂજન

અમદાવાદ23 દિવસ પહેલાલેખક: ઓમકારસિંહ ઠાકુર
  • કૉપી લિંક
  • 26 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી યોજાનારા ગૌભક્તિ મહોત્સવ
  • પંચગવ્ય, સંવર્ધનની સુવિધા સાથે 11 હજાર વાર જગ્યામાં 8 માળની શક્તિપીઠ બનશે

શહેરમાં ભાટ ગામ નજીક સારબમતી નદી કિનારે 11400 વાર જગ્યામાં 8 માળની વિશ્વની પ્રથમ ગોસેવા ધામ સુરભિ શક્તિપીઠની સ્થાપના કરાશે. દિવાળી બાદ 26 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી યોજાનારા ગૌભક્તિ મહોત્સવ દરમિયાન 1 નવેમ્બરે સુરભિ શક્તિપીઠનું ભૂમિપૂજન કરાશે. ગુજરાતના ગામેગામથી લાવેલી માટી અને નદીઓના જળ શક્તિપીઠના પાયામાં પધરાવાશે. આ પ્રસંગે જગદગુરૂ શંકરાચાર્ય, અનેક પીઠાધીશ, મહાનુભાવો તેમજ સંગઠનોના અગ્રણીઓ હાજર રહેશે.

શ્રી ગોધામ મહાતીર્થ પથમેડાના સંસ્થાપક સ્વામી દત્તશરણાનંદજી મહારાજ હાલ સોલા ભાગવત ખાતે ચાતુર્માસ કરી રહ્યા છે. ભગવાન કૃષ્ણના કર્મસ્થળ ગુજરાતમાં દત્તશરણાનંદજીના નેતૃત્વમાં પહેલીવાર ગોભક્તિ મહોત્સવનું આયોજન કરાયું છે. જ્યાં રોજ અખિલ ભારતીય ગોવિજ્ઞાન સંગોષ્ઠિ, પર્વ ઉજવણી, સત્સંગ, અનુષ્ઠાન, સંગીત સંધ્યા સહિત અનેક કાર્યક્રમનું આયોજન કરાયું છે. કાર્યક્રમ દરમિયાન 1 નવેમ્બરના રોજ અભિજિત મુહૂર્તમાં સુરભિ શક્તિપીઠ શિલાન્યાસ યોજાશે. તેની સાથે સુરભિ મહાયજ્ઞનું પણ આયોજન કરાયું છે.

દેવઊઠી અગિયારસે 5252 તુલસી વિવાહ થશે
ભગવાન કૃષ્ણના અવતરણને 5252 વર્ષ થયાં છે, ત્યારે ગોભક્તિ મહોત્સવ દરમિયાન 4 નવેમ્બર પ્રબોધિની (દેવઉઠી) અગિયારસે 5252 રાધા-દામોદર તુલસી વિવાહનું આયોજન કર્યું છે. તે માટે ગુજરાતના ગામડાંમાંથી લોકો 5252 તુલસીના છોડ સાથે કન્યાપક્ષ તરીકે પધારશે, જ્યારે ઉત્તર ભારતના રાજ્યોમાંથી 5252 શાલીગ્રામ સાથે વરપક્ષ તરીકે પધારશે. આ કાર્યક્રમ માટે ઉત્સવ સ્થળ પર 300 વીઘાં જમીન લોકોએ સ્વેચ્છાએ આપી છે.

વિવિધ સેમિનાર યોજાશે
ગોભક્તિ મહોત્સવ દરમિયાન ગોભક્ત કાર્યકર્તા સંમેલન, સંત સંમેલન, વૈજ્ઞાનિક સંમેલન, ચિકિત્સા સંમેલન, ગોસેવી સંગઠનોના સંમેલન, ખેડુત ગોશાળા સંચાલક સહિત અન્ય સંમેલનો યોજાશે.

રાજ્યભરમાં 10 સપ્ટેમ્બરથી 40 દિવસ સુધી 28 રથ ફરશે
​​​​​​​ગોભક્તિ મહોત્સવ અંગે માહિતી મળી રહે તેમજ ગૌસેવા અને ઉપચાર થાય તે ઉદ્દેશ્ય સાથે 10 સપ્ટેમ્બરથી ગુજરાતના તમામ શહેર-ગામોમાં 40 દિવસ સુધી રથ ફરશે. જેમાં 4 રથ અમદાવાદ અને ગાંધીનગરમાં જ્યારે 24 રથ અન્ય જિલ્લાઓમાં ફરશે. આ રથમાં એક સંત રહેશે, જેઓ ગોભક્તિ અને તેના ફાયદા વિશે લોકોને ઉપદેશ આપશે. જ્યારે રથની સાથે એક એમ્બ્યુલન્સ રહેશે, જેમાં પશુચિકિત્સ સાથે હશે. જેઓ લમ્પી સહિત અન્ય કોઈ બીમારીથી પીડીત ગાયની સારવાર કરશે. વધુમાં રથની સાથે જ ગામોમાં લોકોના રજીસ્ટ્રેશનની સાથે તુલસીના છોડ અપાશે.

અન્ય સમાચારો પણ છે...