તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરી શરૂ થઈ સી-પ્લેન સેવા:અમદાવાદથી કેવડિયા એક મહિના બાદ પહેલી ફ્લાઈટ ગઈ, મમ્મી સાથે જતાં બાળક સી-પ્લેનની મુસાફરીનો રોમાંચ

અમદાવાદ2 મહિનો પહેલા
સી-પ્લેનમાં મુસાફરી કરવા માટે પરિવાર સાથે જતાં બાળકો રોમાંચિત - Divya Bhaskar
સી-પ્લેનમાં મુસાફરી કરવા માટે પરિવાર સાથે જતાં બાળકો રોમાંચિત
  • સી-પ્લેન સેવા શરૂ થવાની જાહેરાત બાદ 20 ડિસેમ્બરથી બુકિંગ શરૂ થયું છે
  • સી-પ્લેનમાં મેઇન્ટેનન્સ માટે ગયા મહિને માલદીવ મોકલાયું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ સી-પ્લેનની કેવડિયાથી અમદાવાદ વચ્ચેની સેવા શરૂ થયા બાદ મેઇન્ટેનન્સ માટે પ્લેન માલદીવ મોકલવામાં આવ્યું હતું. આજે એક મહિના બાદ ફરી સી-પ્લેન સેવા શરૂ થઈ છે. સવારે 11.55ની આસપાસ અમદાવાદથી કેવડિયા વચ્ચે સી-પ્લેનની પહેલી ફ્લાઇટ ગઈ હતી. ત્યારે એક બાળક સી-પ્લેનની મજા માણવા આતુર બન્યો હતો.

પ્રવાસીઓની માહિતી ગોપનીય
આજથી ફરી શરૂ થયેલી સીપ્લેન સેવામાં પહેલી ફલાઇટમાં કેટલા પ્રવાસીઓ હતા તે મામલે સ્પાઈસ જેટના પ્રવક્તા આનંદને પૂછતાં તેઓએ DivyaBhaskarને જણાવ્યું હતું કે સી-પ્લેનમાં કેટલા પ્રવાસીઓ મુસાફરી કરે છે તેની માહિતી અમે નથી આપતા અને કેટલા વાગ્યે ફલાઇટ ટેકઓફ થઈ તેની પણ માહિતી જોવી પડશે.

સાબરમતી અને કેવડિયા વચ્ચે એક મહિના સુધી બંધ રહેલી સી-પ્લેન સેવા શરૂ થઈ
સાબરમતી અને કેવડિયા વચ્ચે એક મહિના સુધી બંધ રહેલી સી-પ્લેન સેવા શરૂ થઈ

સી-પ્લેનની મુસાફરી માટે મુસાફરમાં ઉત્સાહ જોવા મળ્યો
આજે સવારે પહેલી ફલાઇટ અમદાવાદથી કેવડિયા વચ્ચે હતી. પ્લેનમાં મુસાફરી માટે જનાર પ્રવાસી પ્રિયંકા રાજપૂતે DivyaBhaskar સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, સામાન્ય રીતે પ્લેનમાં અવારનવાર મુસાફરી કરી જ છે પરંતુ સી-પ્લેનમાં મુસાફરી કરવાનો એક અલગ જ મજા હોય છે અને બાળકોને પણ સી-પ્લેનમાં બેસવાની આતરુતા હોવાથી અમે આજે સી-પ્લેનમાં કેવડિયા જઈએ છીએ. સી-પ્લેનમાં બેસવા આતુર એવા તેમના પુત્ર યુવરાજસિંહ રાજપુતે જણાવ્યું હતું કે સી-પ્લેનમાં બેસવા ખૂબ જ આતુર છે. પ્લેનમાં અવારનવાર ગયા છીએ પરંતુ સી-પ્લેનમાં પહેલીવાર જઈશું. પ્લેન પણ ખૂબ સરસ છે જોઈએ હવે સી-પ્લેનમાં કેવો અનુભવ રહે છે.

ટિકિટના અલગ-અલગ ભાવ
કેવડિયાથી અમદાવાદની સી-પ્લેન સેવા શરૂઆતથી જ વિવાદમાં આવી છે. પહેલા ફ્લાઈટમાં જવા માટે બુકિંગ થઈ શકતું ન હતું. બાદમાં બુકિંગ શરૂ થાય પરંતુ ટિકિટના ભાવ અલગ અલગ હતા. પહેલી ફલાઈટમાં જ ઓછું ભાડું હોવાથી લોકો તેમાં જવા માટે બુકિંગ કરાવતા હતા. સી-પ્લેનમાં મેઇન્ટેનન્સની જરૂર હોવાથી ગત મહિને 25મીમી આસપાસ પ્લેન મેઇન્ટેનન્સ માટે માલદીવ મોકલાયું હતું. જેના કારણે સેવા બંધ થઈ ગઈ હતી. ફરી સી-પ્લેન સેવા શરૂ થવાની જાહેરાત બાદ 20 ડિસેમ્બરથી બુકિંગ શરૂ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો