આર્ટ શો:100 ચિત્રોનું પ્રથમ પ્રદર્શન, એક સાથે ત્રણ લોકોને એન્ટ્રી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 6 માસ પછી 1લી ઓક્ટો.થી ‘ધ બ્યુટીફૂલ કેઓસ’ આર્ટ શો

અમદાવાદ: 6 મહિનાના લાંબા સમયગાળા પછી શહેરના રાજપથ ક્લબ રોડ પર આવેલી 079 સ્ટોરીઝ ખાતે શહેરના પાંચ સહિત દેશના 20 ચિત્રકારોનો આર્ટ શો ‘ધ બ્યુટીફૂલ કેઓસ’ શરૂ થશે. આ આર્ટ શો 1 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી ચાલશે. આ એવો પહેલો શો હશે જેમાં એક સાથે માત્ર ત્રણ મુલાકાતીને જ 100 જેટલા પેઈન્ટિંગ્સ જોવા પ્રવેશ મળશે. તેના માટે ગેલેરી તરફથી પણ એક્સ્ટ્રા માસ્ક આપવાની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવશે. આર્ટથી માત્ર આર્ટિસ્ટની જ નહીં જોનારની પણ નેગેટિવિટી દૂર થાય છે. આ શોમાં જે પેઇન્ટિંગ્સ જોવા મળશે તેમાં કોઈકને કોઈક રીતે સુંદરતાને વણી લેવાઈ છે.

079 સ્ટોરીઝમાં માસ્ક પણ રખાશે જેથી આર્ટ લવર્સ ફરજિયાત પહેરીને જુએ
આપણે હાલ કુદરતી આફતો અને મહામારીના કેઓસમાંથી પસાર થઈ રહ્યાં છીએ. આ આર્ટ શોમાં પણ સુંદરતા શોધીને આપણે આર્ટિસ્ટના પોઈન્ટથી કામ એન્ડ પીસ શોધી શકીએ છીએ. આ હેતુને ‘ધ બ્યુટીફૂલ કેઓસ’ આર્ટ શો સાર્થક કરે છે. તેમાં અમદાવાદના વિપુલ પ્રજાપતિ, સૌમ્યા બંધોપાધ્યાય, વ્યોમ મહેતા, નબિબક્ષ મંસૂરી, સુમેધકુમાર સહિત દેશના 20 આર્ટિસ્ટના 100 પેઈન્ટિંગ્સ જેમાં ઈન્ડિયન કન્ટેમ્પરરી, મિક્સ મીડિયા અને એબસ્ટ્રેક્ટ આર્ટવર્ક જોવા મળશે. - પૂર્વા દામાણી, ફાઉન્ડર, 079 સ્ટોરીઝ

અન્ય સમાચારો પણ છે...