દેશમાં રસીકરણના પ્રારંભને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. રાજ્યમાં ગત 16 જાન્યુઆરીએ 11,800 કોરોના વોરિયર્સના રસીકરણ સાથે કોરોના સામે નાગરિકોને સુરક્ષિત કરવાના સૌથી મોટા અભિયાનનો આરંભ થયો હતો. એક વર્ષના ગાળામાં રાજ્યમાં કુલ 9.46 કરોડ રસીકરણ થયું છે, જેમાંથી 5 કરોડથી વધારેને પહેલો ડોઝ અપાઇ ચૂક્યો છે, જ્યારે 4.40 કરોડને બન્ને ડોઝ અપાયા છે. પહેલા ડોઝમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોની સાથે 15-18 વર્ષના 21 લાખ કિશોરોનો પણ સમાવેશ થાય છે. 15 વર્ષથી ઉપરમાં ગણીએ તો 95 ટકાથી વધારે વસતિને પહેલો ડોઝ અપાયો છે.
18 વર્ષ ઉપરની વસતિમાં 97 ટકાને પહેલો ડોઝ, જ્યારે 90 ટકાથી વધારે લોકોને બન્ને ડોઝ અપાયા છે. 18 વર્ષ ઉપરની વસતિમાં દરેક 10 વ્યક્તિમાંથી 9ને બન્ને ડોઝ મળ્યા છે. કુલ રસીકરણમાં 5.13 કરોડ પુરુષો છે, જ્યારે 4.27 કરોડ મહિલા છે. રસીકરણના આ વર્ષ દરમિયાન કુલ 6.51 લાખ નવા કેસ નોંધાયા છે, 5781 લોકોનાં કોરોનાને કારણે મૃત્યુ થયાં છે, જ્યારે 5.96 લાખ લોકો કોરોનાને હરાવી સાજા થયા છે.
દેશમાં 63 લાખ, ગુજરાતમાં 2.30 લાખ ડોઝ બગડ્યા
ગત ડિસેમ્બર મહિનામાં સરકાર દ્વારા લોકસભામાં માહિતી આપવામાં આવી હતી કે દેશમાં થયેલા કુલ રસીકરણમાં કુલ 62.58 લાખ રસીના ડોઝનો બગાડ થયો છે, જેમાં સૌથી વધારે 16.47 લાખ ડોઝનો બગાડ મધ્યપ્રદેશમાં થયો છે. ગુજરાતમાં 2.28 લાખ રસીના ડોઝનો બગાડ થયો છે. ઉત્તરપ્રદેશમાં 12.60 લાખ, રાજસ્થાનમાં 6.86 લાખ, આસામમાં 4.58 લાખ, જમ્મુ-કાશ્મીરમાં 4.57 લાખ, આંધ્રપ્રદેશમાં 3.79 લાખ, તામિલનાડુમાં 2.38 લાખ ડોઝનો બગાડ થયો છે.
પુખ્ત વયના લોકોમાં 90%ને બન્ને ડોઝ આપી દેવાયા, 15-18માં 21 લાખને પહેલો ડોઝ, 5 લાખને પ્રિકોશનરી ડોઝ
કેટેગરી | વસતિ | પહેલો ડોઝ | ટકા | બન્ને ડોઝ | ટકા |
45થી ઉપર | 1.93 કરોડ | 1.78 કરોડ | 92% | 1.70 કરોડ | 88% |
18-45 વર્ષ | 3.09 કરોડ | 2.82 કરોડ | 91% | 2.50 કરોડ | 81% |
15-18 વર્ષ | 35 લાખ | 21 લાખ | 60% | - | - |
કુલ | 5.28 કરોડ | 5 કરોડ | 95% | 4.40 કરોડ | 84% |
મોદીના જન્મદિવસે સૌથી વધારે રસીકરણ થયું હતું
વીક | રસીકરણ |
3-9 એપ્રિલ 2021 | 21.57 લાખ |
19-15 જૂન 2021 | 26.31 લાખ |
7-13 ઑગસ્ટ 2021 | 35.50 લાખ |
11-17 સપ્ટે 2021 | 41.38 લાખ |
20-26 નવે. 2021 | 29.09 લાખ |
1-7 જાન્યુ. 2022 | 32.92 લાખ |
ગુજરાત રસીકરણ મામલે દેશમાં 6ઠું, યુપી મોખરે
રાજ્ય | કુલ રસીકરણ |
ઉત્તરપ્રદેશ | 22.70 કરોડ |
મહારાષ્ટ્ર | 14.28 કરોડ |
પ.બંગાળ | 11.36 કરોડ |
મધ્યપ્રદેશ | 10.71 કરોડ |
બિહાર | 10.66 કરોડ |
ગુજરાત | 9.46 કરોડ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.