અમદાવાદ:રાજ્યમાં કોરોનાના પ્રથમ દર્દી સારવાર બાદ સ્વસ્થ, ફ્લેટના રહીશોએ થાળી, શંખ વગાડી સ્વાગત કર્યું

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: ગઈકાલે રાજ્યમાં પ્રથમ કેસ સામે આવ્યો છે જ્યાં કોરોના વાઈરસની પોઝિટિવ દર્દી સ્વસ્થ થઈ છે અને તેને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોરોનાથી સાજી થઈ અને ઘરે આવેલી યુવતીનું ફ્લેટના રહીશોએ થાળી, શંખ વગાડી સ્વાગત કર્યું હતું. 34 વર્ષીય દર્દીને 18 માર્ચે દાખલ કરવામાં આવી હતી. 10 દિવસની કાળજીપૂર્વકની સારવાર બાદ તેનો 24 કલાકમાં બે વાર રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...