• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • First Check In 48 Class; Investigations Based On The Suspicion That Millions Of Fees Were Taken From Students In Cash And No Account Book Was Taken

રાજ્યમાં એકસાથે કોચિંગ ક્લાસીસ પર દરોડા:પહેલી વાર 48 ક્લાસમાં તપાસ; વિદ્યાર્થીઓ પાસેથી લાખોની ફી રોકડમાં લઈ હિસાબ ચોપડે લેવાતો ન હોવાની આશંકા

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

રાજ્યભરમાં પહેલીવાર એકસાથે ધો.10-12 અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા 48 કોચિંગ ક્લાસ પર એસજીએસટીએ દરોડા પાડ્યા છે. આ કોચિંગ ક્લાસીસે ઓછો જીએસટી ભર્યો હોવાથી રડારમાં આવ્યા હતા. સંચાલકો વિદ્યાર્થીઓ પાસેથી લાખોની ફી રોકડમાં લઈ એનો હિસાબ ચોપડે લેતા ન હોવાની શંકાને આધારે સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

એસજીએસટીની ટીમે મંગળવારે ભાવનગર, ગોધરા, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, આણંદ, હિંમતનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, સુરત, જામનગર અને જૂનાગઢમાં 13 એકમ દ્વારા ચલાવાતા કુલ 48 કોચિંગ ક્લાસ પર સાગમટે દરોડા પાડ્યા હતા. આ તમામ ક્લાસીસ જીએસટીમાં રજિસ્ટર્ડ છે અને કેટલાક ક્લાસીસે તો જીએસટી નંબર પણ લીધો નથી. આ સંચાલકોએ જીએસટીમાં ઓછો ટેક્સ ભર્યો હોવાથી રડારમાં હતા.

જીએસટીના સિસ્ટમ બેઝડ એનાલિસિસ અને માર્કેટ ઇન્ટેલિજન્સમાં ક્લાસીસના વ્યવહારો અને બેંક વ્યવહારોમાં વિસંગતતા સામે આવી હતી. સંચાલકોએ વિદ્યાર્થીઓ પાસેથી એડવાન્સ રકમ લીધી હોવાનું પણ બહાર આવ્યું છે. ક્લાસીસ સંચાલકો દ્વારા પૂરી પાડવામાં આવતી સર્વિસ પર 18 ટકા જીએસટી લાગે છે.

140 કર્મચારીઓની ટીમે આ સ્થળે દરોડા પાડ્યા

કોચિંગ ક્લાસીસસ્થળશહેર
વર્લ્ડ ઇનબોક્સ12

ભાવનગર, ગાંધીનગર,

નોલેજ શેરિંગ

અમદાવાદ,મહેસાણા,

ગોધરા, આણંદ,

હિંમતનગર, સુરેન્દ્રનગર,

રાજકોટ
વર્લ્ડ ઇનબોક્સ એડ્યુ. પેપર. પ્રા2ભાવનગર
વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી4

અમદાવાદ, રાજકોટ,

ભાવનગર, હિંમતનગર

સ્વામી વિવેકાનંદ એકેડેમી

5

ગાંધીનગર, ભાવનગર

વિવેકાનંદ એકેડેમી3ગાંધીનગર
કિશોર ઇન્સ્ટિટ્યૂટ4ગાંધીનગર

યુવા ઉપનિષદ ફાઉન્ડેશન

5સુરત, નવસારી
પાનવાલા ક્લાસીસ1સુરત
જરીવાલા ક્લાસીસ3સુરત
વેબસંકુલ પ્રા.લિ.6

ગાંધીનગર, અમદાવાદ,

જામનગર, ભાવનગર

જીપીએસસી ઓનલાઇન

1ગાંધીનગર

વેબસંકુલ કોમ્પ્યુટર ક્લાસીસ

1ગાંધીનગર

કોમ્પિટિટિવ કરિયર પોઇન્ટ

1જૂનાગઢ