દેશમાં ફાયર સેફ્ટી એન્જિનિયરિંગને વધારવાના ઉદ્દેશ સાથે ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ખાતે ઇન્ટરનેશનલ સ્ટાન્ડડર્સના આધારે ‘શાહ ભોગીલાલ જેઠાલાલ લેબોરેટરી ફોર પેસિવ ફાયર સિસ્ટમ ટેસ્ટિંગ’ એડવાન્સ લેબોરેટરીનું ઉદ્ઘાટન કરાયું છે.
IITGN ખાતે સેન્ટર ફોર સેફ્ટી એન્જિનિયરિંગના હેઠળ નવી લેબોરેટરીને આંતરરાષ્ટ્રીય ધોરણોની માન્યતા પ્રાપ્ત થશે અને તે ભારતીય મેન્યુફેક્ચરરને પ્રોડક્ટ્સની ડિઝાઇન અને ઉત્પાદનમાં ગ્લોબલ લેવલે મદદ કરશે તેમ જ ભારતમાં આ ઇન્ડસ્ટ્રીમાં ‘મેક ઇન ઇન્ડિયા’ના પ્રયાસોને વેગ આપશે અને એક્સપોર્ટ વધારવામાં મદદ કરશે. ઉપરાંત ફાયર સેફ્ટી વધારવા માટે પેસિવ ફાયર બેરિયર માટે રિસર્ચ અને ડેવલપમેન્ટમાં પણ મદદ કરશે. હાલમાં ફાયર સેફ્ટીને લઈને લોકોમાં જાગૃતિ વધી રહી છે. લોકો ઇન્ટિરિયર માટે પણ ફાયરપ્રૂફ વસ્તુઓ નખાવી રહ્યાં છે, ત્યારે આઈઆઈટી ગાંધીનગરની લેબોરેટરી લોકો માટે ઉપયોગી રહેશે.
લેબોરેટરીની ખાસિયત શું છે?
ફાયર ડોર, ફાયર વોલ્સ, ડેમ્પર્સ, ફાયર કર્ટેન્સ, ડોર હાર્ડવેર, હોરિઝોન્ટલ થ્રૂ પેનિટ્રેશન ફાયર સ્ટોપ્સ, અને 3 મીટર સેમ્પલ સાઇઝ સુધીના અન્ય પ્રોડક્ટ્સનું પરીક્ષણ કરવા માટે આ લેબોરેટરીને સજ્જ કરવામાં આવી છે. તે ઇન્ડસ્ટ્રીને નવા પ્રોડક્ટ્સ વિકસાવવા માટે અને વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બિલ્ડિંગના કોડ્સનું પાલન કરવા માટે તે ઉપયોગી રહેશે, જેથી ઊંચી બિલ્ડિંગ્સ, એરપોર્ટ, મેટ્રો રેલ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં બિલ્ડિંગ એલિમેન્ટ્સના ક્રિટિકલ ટેસ્ટિંગ દ્વારા ફાયર સેફ્ટી વધારવામાં મદદ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.