ફાયર એનઓસી મુદ્દે સંચાલકોની સ્થિતી સુડી વચ્ચે સોપારી જેવી છે. સંચાલકોના જણાવ્યા પ્રમાણે 200 કરતા વધુ સ્કૂલની અરજી ફાયરમાં પેન્ડિંગ છે અને ઇન્સ્પેક્શન થયું નથી, શિક્ષણ વિભાગ સ્કૂલો પાસેથી ફાયર એનઓસી માગે છે.
સંચાલકોના જણાવ્યા પ્રમાણે, દરેક સ્કૂલોએ ફાયર એનઓસી માટે અરજી કરી છે. પરંતુ ઇન્સ્પેક્શન થયું ન હોવાથી સ્કૂલની ફાયર એનઓસી મુદ્દે કોઇ નિર્ણય લેવાયો નથી. શિક્ષણ વિભાગ વારંવાર પરિપત્ર કરીને સ્કૂલની ફાયર એનઓસી જમા કરાવવા જણાવે છે. સરકારે વ્યવસ્થા ગોઠવવી જોઇએ કે ફાયર એનઓસી માટે જે પણ અરજી આવે કે તરત તેના પર કાર્યવાહી થવી જોઇએ. આ સાથે જ ક્લાસિસ સંચાલકોમાં પણ ફાયર એન.ઓ.સી મુદ્દે અસમંજસતા જોવા મળી રહી છે. હવે મોટાભાગના ક્લાસીસ શરૂ કરનારા લોકો પોતાના ક્લાસીસ શરૂ કરતા પહેલા ફાયર એનઓસી અને બી.યુ. પરમિશન મુદ્દે કોઇ બાંધછોડ કરતા નથી. આ જ કારણે હવે ટ્યૂશન ક્લાસીસ ભાડા પર લેવાનો ટ્રેન્ડ શરૂ થયો છે.
સ્કૂલોએ ઓનલાઇન અરજી કરવાની છે
ફાયર વિભાગના સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે, દરેક સ્કૂલોને ઓનલાઇન અરજી કરવા જણાવ્યું હોવા છતાં ઘણી સ્કૂલો પોતાની જૂની ઓફલાઇન કરેલી અરજીને જ વળગી રહી છે. જેથી સ્કૂલોમાં ઇન્સ્પેક્શન થતું નથી. જે સ્કૂલોએ ઓનલાઇન અરજી કરી હશે તેઓનું નિયમ પ્રમાણે ઇન્સ્પેક્શન થશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.