તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગનો બનાવ:વટવા GIDCની કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતાં ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ, આગ બુઝાવવા પ્રયાસ

અમદાવાદ2 મહિનો પહેલા
વટવા GIDCમાં આગ લાગી છે
  • આગને પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ
  • આસપાસના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા

અમદાવાદની વટવા જીઆઈડીસીમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આ વાતની જાણ થતાં અમદાવાદ ફાયર બ્રિગેડની 7 ગાડીઓ બનાવના સ્થળે પહોંચી હતી. હાલ આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

આસપાસના લોકોમાં ભય ફેલાયો
પ્રાપ્ત માહિતી અનુસાર વટવા જીઆઈડીસીમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આજે બપોરના સમયે આગ લાગવાનો બનાવ બન્યો હતો. ફેક્ટરીમાં કેમિકલ હોવાથી આગ વધુ ન ફેલાય તે માટે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

કેમિકલ ફેક્ટરીની આગને કાબૂમાં લેવા ફાયરની ટીમ જેહમત ઉઠાવી રહી છે
કેમિકલ ફેક્ટરીની આગને કાબૂમાં લેવા ફાયરની ટીમ જેહમત ઉઠાવી રહી છે

આગને કાબૂમાં લેવા ફાયરની ટીમ જોતરાઈ
આગના બનાવની ફાયર બ્રિગેડને જાણ થઈ હતી. તેથી ફાયરબ્રિગેડની 7 ગાડીઓ તાત્કાલિક બનાવની જગ્યાએ પહોંચી ગઈ હતી. જ્યાં હાલ આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ કામ કરી રહી છે. બીજી તરફ આસપાસના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

અઠવાડિયા અગાઉ પણ વટવા GIDCમાં આગ લાગી હતી
વટવા જીઆઈડીસીમાં ફેઝ-4ની પ્લાસ્ટિક પેકેજિંગ ફેક્ટરીમાં 19 માર્ચે મોડી સાંજે કેમિકલ પ્રોસેસ દરમિયાન ભયાનક આગ ભભૂકી ઊઠી હતી, જેમાં કેમિકલના બોઈલરો ઊડીને આગમાં ભળતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે આગમાં હજુ સુધી કોઈ જાનહાની થઈ ન હતી. બીજી તરફ આગની તીવ્રતાને જોતાં ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કરતાં 45થી વધુ ફાયર ફાઇટરો આગ બુઝાવવાના કામે લાગ્યા હતા.20 માર્ચે વહેલી સવારે આગ કાબૂમાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો