તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોડાઉનમાં આગ:અમદાવાદના રૂપાલી સિનેમાં પાસે આવેલા AMCના AMTS બસના ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં આગ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આગ પર કાબૂ મેળવી રહેલું ફાયર બ્રિગેડ - Divya Bhaskar
આગ પર કાબૂ મેળવી રહેલું ફાયર બ્રિગેડ

અમદાવાદ શહેરના લાલદરવાજા રૂપાલી સિનેમા પાસે આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના AMTS બસના ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં આગ લાગી હતી. ફાયરબ્રિગેડની 6 ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં જુના વાહનો પડ્યા હોવાથી તેમાં આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. આગના ધૂમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.

ત્રણ દિવસ પહેલા નારોલ જૂની કોર્ટ પાસેના ગોડાઉનમાં આગ લાગી હતી
ત્રણ દિવસ પહેલા નારોલ જૂની કોર્ટ પાસે ગોડાઉનમાં આગ લાગી હતી. આ આગને કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાર બાદ ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી હતી. તેમજ ત્રણ ચાર કિલોમીટર દૂર સુધી ધુમાડા જોવા મળ્યા હતા. જોકે આ આગથી કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

અમદાવાદમાં વર્ષ 2020-21માં આગની 1600 ઘટના
અમદાવાદમાં વર્ષ 2020-2021 દરમિયાન આગનાં અલગ અલગ 1,600 બનાવ બન્યા હતા. આગના વિવિધ બનાવોમાં એક અબજ આઠ લાખથી વધુ રૂપિયાનું નુકસાન થયું છે. આ ઉપરાંત આગને પગલે 18 લોકોનાં મોત થયા છે. ફાયરને રેસ્ક્યૂ માટેના મળેલા કૉલ દરમિયાન 98 લોકોનાં મોત થયા હોવાની ફાયર બ્રિગેડનાં ચોપડે નોંધ કરવામાં આવી છે.

એક વર્ષમાં આગથી 108 કરોડનું નુકસાન
અમદાવાદ શહેરમાં એક અબજ 8 કરોડ 63 લાખ રૂપિયાનું આગ, પાણી અને ધુમાડાથી નુકસાન થયું છે. વર્ષ દરમિયાન આગથી બચાવવામાં આવેલા માલની કિંમત રૂપિયા બે અબજ, 40 કરોડ, 15 લાખ, 9 હજાર અને 900 રૂપિયાનું આગ, પાણી, ધુમાડાથી થનારું નુકસાન અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા થતું અટકાવવામાં આવ્યું છે. જેમાં ફાયર બ્રિગેડ દ્વારા અબજો રૂપિયાની મિલકત બચાવી લેવામાં આવી હોવાનં સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...