તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોસ્પિટલમાં આગ:મણિનગરની LG હોસ્પિટલની નવી બિલ્ડિંગમાં પહેલા માળે બ્લડ બેંકમાં આગ લાગી, જાનહાનિ નહીં

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે દોડી જઈ આગને કાબૂમાં મેળવી

શહેરના મણિનગરમાં આવેલી એલજી હોસ્પિટલની નવી બિલ્ડિંગમાં આગ લાગી હતી. હોસ્પિટલની બ્લડ બેંકના એસીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલ દ્વારા સમયસૂચકતા વાપરીને દર્દી અને સ્ટાફ બહાર નીકળી ગયો હતો. જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી.

આગ પર કાબૂ મેળવાયો
આગના બનાવની ફાયર બ્રિગેડની જાણ કરાતા ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો. ફાયરની ટીમે લેબોરેટરીના કાચ તોડીને આગ પર કાબૂ લેવામાં સફળતા મેળવી હતી. ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.