અમદાવાદ શહેરમાં અનેક બિલ્ડીંગોમાં ફાયર NOC ન હોવાને કારણે ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગે તમામ બિલ્ડીંગમાં તપાસ કરી અને જેઓને ફાયર NOC નથી તેઓને મેળવી લેવા, તેમજ જેઓએ લીધેલી તેઓએ રીન્યુ કરાવવા જાણ કરી છે. અમદાવાદ ફાયર અને ઇમરજન્સી સર્વિસ દ્વારા શહેરમાં જે બિલ્ડિંગો દ્વારા ઓગસ્ટ 2020 દરમિયાન ફાયર NOC લેવામાં આવેલી હતી, તેઓને ઓગસ્ટ 2021માં રિન્યુ કરાવવાની થાય છે. તેવી 161 બિલ્ડીંગોને ફાયર NOC રીન્યુ માટે રિમાઇન્ડર પત્રો લખ્યા છે અને વિવિધ બિલ્ડિંગના જવાબદાર વ્યક્તિઓને આ પત્ર મોકલી દેવામાં આવેલા છે
બિલ્ડિંગોને આગોતરી જાણ કરવા પત્રો લખાયા
અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા અપનાવવામાં આવેલી નવી કોમ્પ્યુટરાઈઝ ડેટાબેઝ મેનેજમેન્ટ પદ્ધતિ દ્વારા પ્રતિ માસ જે બિલ્ડીંગની ફાયર NOC રીન્યુ કરાવવાની તારીખ નજીક આવતી હોય તેવા બિલ્ડિંગોને આગોતરી જાણ કરતો પત્ર મોકલવાના શરૂ કરવામાં આવ્યા છે. જેથી તેઓ પોતાની NOC રીન્યુ કરાવવાની પ્રકિયા શરૂ કરી દે અને સમયસર NOC મેળવી શકે.
AMCની વેબસાઈટ પર 161 બિલ્ડિંગોનું લિસ્ટ મૂકાયું
ઓગસ્ટ મહિનામાં જેઓને NOC રીન્યુ કરાવવાનું છે તે બિલ્ડીંગોનું લિસ્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.ahmedabadcity.gov.in પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ તમામ 161 બિલ્ડિંગના વપરાશકર્તાઓને ખાસ વિનંતી કરવામાં આવે છે કે તેઓ બિલ્ડીંગની ફાયર NOC રીન્યુ કરાવવાની તારીખ નજીક આવતી હોવાથી બિલ્ડિંગના જવાબદાર વ્યક્તિઓને ફાયર NOC રીન્યુ કરાવી લેવાની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.