અમદાવાદમાં દૂર્ઘટના:મણિનગરમાં ફાયર બ્રિગેડના રોબોટમાં બ્લાસ્ટ, ફાયરમેન ઈજાગ્રસ્ત થતાં એલજી હોસ્પિટલ ખસેડાયો

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધડાકાભેર અવાજ ગૂંજતા ફાયર બ્રિગેડના કર્મચારીઓ દોડી ગયા
  • રોબોટ અમદાવાદ ફાયરબ્રિગેડને 12 દિવસ પહેલા જ દાનમાં અપાયો હતો

અમદાવાદના મણિનગર ફાયર સ્ટેશનમાં ફાયર રોબોટમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના બની છે. ફાયર રોબોટમાં બ્લાસ્ટ થતાં એક ફાયરમેન ઈજાગ્રસ્ત થયો છે. દીપક પરમાર નામનો ફાયરમેન ઈજાગ્રસ્ત થતાં સારવાર થતાં એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

રવિવારે સાંજે મણિનગર ફાયરબ્રિગેડ સ્ટેશનમાં રાખવામાં આવેલા રોબોટમાં બ્લાસ્ટ થતાં ધડાકાભેર અવાજ ગૂંજ્યો હતો. જેથી ફાયરબ્રિગેડના કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા. ફાયરમેનના હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે.

સોમવારે GCRA અને GSPCની ટીમ તપાસ કરશે
આજે રવિવાર હોવાથી ફાયરના તમામ સાધનોનું ઓપરેશન મેન્ટેનન્સ તપાસવામાં આવતું હતું. સાંજે બેટરી ચાર્જમાંથી કાઢવામાં સ્વીચ પાડતાં જ બ્લાસ્ટ થયો હતો. આવતીકાલે GCRA અને GSPCની ટીમ આવીને ટેક્નિકલ બાબતની તપાસ કરશે.

અમદાવાદ, સુરત, વડોદરામાં રોબોટ દાન કરાયા છે
મણિનગર ફાયર સ્ટેશનમાં જે રોબોટમાં બ્લાસ્ટ થયો છે. તેને અમદાવાદ ફાયરબ્રિગેડને 12 દિવસ પહેલા જ દાનમાં આપવામાં આવ્યું હતું. ગુજરાત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓથોરિટી દ્વારા GSPC મારફતે આ રોબોટ અમદાવાદ, સુરત, વડોદરા એમ ત્રણ કોર્પોરેશનને એક એક રોબોટ દાનમાં આપવામાં આવ્યા હતા. ગત 1 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટ પર આ રોબોટનું ડેમોસ્ટ્રેશન પણ કરાયું હતું. 12 દિવસમાં જ રોબોટમાં ખામી સર્જાતા બ્લાસ્ટ થયો છે.

અન્ય સમાચારો પણ છે...