અમદાવાદના આદિત્ય બિલ્ડિંગમાં આગ:મીઠાખળી છ રસ્તા પાસેની બિલ્ડિંગમાં બીજા માળે લાગેલી આગ કાબુમાં, ફાયરબ્રિગેડે 250 લોકોને રેસ્ક્યૂ કર્યુ

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

બીજા માળે આગ લાગવાની ઘટના બની હતી. ઈલેક્ટ્રિક ડકમાં આગ લાગવાના કારણે ધૂમાડો ફેલાઈ ગયો હતો. ખૂબ જ ધૂમાડો થઈ જતા કોમ્પ્લેક્સમાં આવેલીમાં કામ કરતા લોકો ગભરાઈ ગયા હતા. ઓફિસમાં કામ કરતા લોકો સીધા ધાબા ઉપર દોડી ગયા હતા. ફાયબ્રિગેડની ટીમ દ્વારા તમામ લોકોને ધીમેધીમે કરીને રેસ્ક્યુ કરીને નીચે લાવવામાં આવ્યા હતા. ફાયબ્રિગેડે. અંદાજે 250 લોકોને આગના ધૂમાડાની વચ્ચે રેસ્ક્યૂ કર્યા હતા.

અમદાવાદના મીઠાખળી છ રસ્તા પાસે આવેલી આદિત્ય નામની બિલ્ડીંગમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની 16 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. બીજા માળે આગ લાગવાની ઘટના બની હતી.

ઈલેક્ટ્રીક ડકમાં આગ લાગી હતી. જેના કારણે ખૂબ જ ધુમાડો થયો હતો અને લોકો ધાબા ઉપર પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા કોમ્પ્લેક્સ માં ધાબા પર રહેલા 250 લોકોને રેસ્ક્યુ કરી અને નીચે લાવ્યા હતા. આગમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ અને સ્થાનિક ધારાસભ્ય અમિત શાહ પણ ત્યાં પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...