આગની ઘટના:ફાયરબ્રિગેડે મકાનમાંથી 13 તોલા સોનું, રોકડ બચાવી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોનીની ચાલી પાસે આગની ઘટના, જવાનોએ કીમતી વસ્તુ ઘર માલિકને પરત કરી

સોનીની ચાલી પાસે આવેલા એક મકાનમાં સાંજના સમયે આગ લાગી હતી. ફાયરબ્રિગેડને આગની જાણ થતા પાંચ ગાડીઓ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. 30 મિનિટ સુધી પાણીનો મારો કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘરની તિજોરીમાં સોનાના દાગીના અને રોકડ હોવાની જાણ થતા ફાયરબ્રિગેડના જવાનોએ ચાલુ આગે ઘરમાં પ્રવેશ કરીને 1.5 લાખ રોકડ તથા 13 તોલા સોનંુ બચાવીને પોલીસની હાજરીમાં મકાન માલિકને પરત આપ્યંુ હતું. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજાઓ થવા પામી ન હતી.

સોનીની ચાલી પાસે આવેલ મ્યુનિસિપલ શાળાની બાજુના એક મકાનમાં સાંજના સમયે અચાનક આગ લાગી હતી. આગની જાણ ઘરમાં રહેલ દંપતીને થતા તેઓ તાત્કાલિક ઘરની બહાર નીકળી ગયા હતા અને ફાયરબ્રિગેડની ટીમને જાણ કરી હતી. બીજી બાજુ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને ઘરમાંથી પાણીની ડોલોથી આગ પર પાણી નાખવાનુ શરૂ કરી દીધું હતું. ફાયરબ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ બુઝવવા પાણીનો મારો શરૂ કરી દીધો હતો. ઘરની તિજોરીમાં પૈસા અને સોનું પડ્યંુ હોવાનંુ મકાન માલિકે જણાવતા ફાયરબ્રિગેડના 4 જવાનો ઘરમાં ગયા હતા અને 13 તોલા સોનું અને 1.5 લાખ રોકડ બચાવી પોલીસની હાજરીમાં મકાન માલિકને સોંપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...