અમદાવાદમાં આગથી દોડધામ:જજીસ બંગલો રોડ ઉપર કોમર્શિયલ કોમ્પ્લેક્સના ભોયરામાં આગ લાગી, 90 માણસોને સહી સલામત નીચે ઉતાર્યા

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના જજીસ બંગલો રોડ ઉપર આવેલા અભીશ્રી અલ્ટ્રા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની સાત જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. કોમ્પ્લેક્સના ભોયરામાં આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાના પગલે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસોમાં કામ કરતા લોકો તાત્કાલિક દોડીને ધાબા ઉપર પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ એક તરફ પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લીધી હતી અને બીજી તરફ ધુમાડાના કારણે જે લોકો ધાબા ઉપર ગયા હતા તેમને ધીમે ધીમે રેસ્ક્યુ કરી અને કુલ 90 જેટલા લોકોને સહી સલામત નીચે ઉતાર્યા હતા. ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી.

90 માણસોને સહી સલામત નીચે ઉતાર્યા
અમદાવાદ ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમમાં સાંજે ચાર વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો કે માનસી સર્કલ પાસે અભીશ્રી કોમ્પલેક્ષમાં આગ લાગી છે અને માણસો ફસાયેલા છે. મેસેજ મળતાની સાથે નજીકના બે ફાયર સ્ટેશનથી ગાડીઓ રવાના કરવામાં આવી હતી. ઘટના સ્થળે પોહચતા જાણવા મળ્યું હતું કે, બિલ્ડિંગના બીજા બેઝમેન્ટની ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગી છે. સંપૂર્ણ બિલ્ડિંગમાં ડકમાંથી ધુમાડો થયો છે. જેનાથી ગભરાઈને લોકો બિલ્ડિંગના ધાબા ઉપર જતા રહ્યા હતા તેવા અંદાજે 90 લોકોને સહી સલામત નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. સાથે સાથે બેઝમેન્ટમાં લાગેલી આગ પર પણ કાબુ મેળવવા આવ્યો હતો.

ફાયર વ્હિકલ અને કર્મચારી વિગત

મીની ફા.ફા.01
વોટર ટેન્કર (20 kl)03
હાઇડ્રોલિક પ્લેટ ફોર્મ01
ઇમરજન્સી ટેન્ડર01
બ્લોવર વાન01
એમબ્યુલન્સ01
CFO01
ADD CFO01
DO02
STO01
SO02
OTHER STAFF35
અન્ય સમાચારો પણ છે...