અમદાવાદમાં આગ:ગુલબાઈ ટેકરામાં સત્યમ કોમ્પલેક્ષમાં આગ લાગતા ફાયર બ્રિગેડની 13 ગાડીઓ દોડી, એક કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવાઈ

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી
  • આગની જ્વાળાઓ વધુ ફેલાતા ત્રણ એક્ટિવા પર સળગી હતી

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ગુલબાઈ ટેકરા રોડ પર આવેલા સત્યમ કોમ્પલેક્ષમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની 13 જેટલી ગાડીઓ હાલમાં ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમ તરફથી મળતી માહિતી મુજબ નવરંગપુરા સત્યમ કોમ્પલેક્સમાં બ્યુટીકની દુકાનમાં આજે સાંજે આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાની ઘટનાને પગલે આસપાસમાં આવેલી ચારથી પાંચ દુકાનો પણ લપેટમાં આવી ગઈ હતી અને ધીમે-ધીમે નીચેની તરફ હતી આગની જ્વાળાઓ વધુ ફેલાતા નીચે ત્રણ એક્ટિવા પણ આગની લપેટમાં આવી ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા એક કલાકની જહેમત બાદ આગને કાબુમાં લઇ લેવામાં આવી હતી. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

​​​​​​​વડોદરાની રાજુ આમલેટ સહિતની 5 દુકાનોમાં ભીષણ આગ
વડોદરા શહેરના વુડા સર્કલ પાસે આવેલી પ્રખ્યાત રાજુ આમલેટ સહિતની પાંચ દુકાનોમાં આજે બપોરે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેમાં આ દુકાનો ખાખ થઇ ગઇ હતી. જો કે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. ઉલ્લેખનીય છે કે રાજુ આમલેટની ભારત સહિત વિદેશમાં પણ શાખાઓ આવેલી છે.

આગ શાર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં વુડા સર્કલથી મુક્તાનંદ સર્કલ વચ્ચે આવેલા મહાલક્ષ્મી એપાર્ટમેન્ટની નીચે આવેલ રાજુ આમલેટ સહિતની પાંચ દુકાનોમાં આજે બપોરે ભયાનક આગ લાગી હતી. આગ લાગતા જ લોકો દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા. જેથી કોઇને ઇજા કે જાનહાનિ થઇ ન હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની પાંચ ગાડીઓ સાથે લાશ્કરો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તારણમાં આગ શાર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે.

રાજુ આમલેટની દુબઇ, ન્યૂયોર્ક અને થાઇલેન્ડમાં પણ શાખા
વડોદરા શહેરના વુડા સર્કલ પાસે આવેલ રાજુ આમલેટની દુકાનમાં આગ લાગી તે રાજુ આમલેટની ગુજરાત સહિત દેશમાં હરિયાણા, ભોપાલ, ચેન્નઇ, દહેરાદૂનમાં શાખાઓ છે. તો સાથે જ દુબઇ, ન્યૂયોર્ક અને થાઇલેન્ડમાં પણ શાખાઓ આવેલી છે.

અન્ય સમાચારો પણ છે...