તપાસ ખોરંભે ચડે તેવી શકયતા:ચીનના હવાલા કૌભાંડમાં 6 મહિના પહેલા મૃત્યુ પામેલી વ્યક્તિ સામે FIR

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • નારણપુરા પોલીસ આરોપીને પકડવા ઘરે ગઈ ત્યારે ખબર પડી

ચીનની કંપનીઓએ ભારતમાં ઘુસણખોરી કરીને કરોડો રૂપિયા હવાલા મારફતે ચીનમાં મોકલ્યા હોવાના કૌભાંડનો તાજેતરમાં જ આરઓસીએ પર્દાફાશ કર્યો હતો. આ અંગે આરઓસીએ એક અઠવાડિયા પહેલા નારણપુરા પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ નોંધાવી હતી. જેમાંથી પહેલી જ ફરિયાદનો આરોપી પ્રણવ સોનીનું 6 મહિના પહેલા અવસાન થયુ છે. જો કે મુખ્ય આરોપીનું જ અવસાન થતા હવે પોલીસ અને આરઓસીની તપાસ ખોરંભે ચડી હોવાનું જાણકાર સૂત્રોનું કહેવું છે.

ભારતમાંથી હવાલા મારફતે કરોડો રૂપિયા ચીનમાં મોકલવા માટે ચીનની કંપનીઓએને ભારતના જુદા જુદા શહેરોમાં કંપનીઓ શરૂ કરી હતી. જો કે ચીનની કંપનીઓ ભારતમાં આરબીઆઈ અને આરઓસી(રજીસ્ટાર ઓફ કંપની) ની મંજૂરી વગર કંપની શરૂ કરી શકે તેમ ન હોવાથી ચીનની કંપનીઓમાં ડાયરેકટર તરીકે ભારતના નાગરિકોને જ રાખવામાં આવ્યા હતા.

નારણપુરા પોલીસ સ્ટેશનમાં 7 જાન્યુઆરીએ આવી 2 કંપનીઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાંથી એક કંપની એફસીએસ મશીનરી ઈન્ડિયા પ્રા.લી.કંપનીના ડાયરેકર તરીકે સેટેલાઈટના કંચનભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રણવભાઈ નરેશકુમાર સોનીનું નામ હતુ. જેથી આ કેસની તપાસ કરી રહેલી નારણપુરા પોલીસ પ્રણવ સોનીની ધરપકડ કરવા તેના ઘરે પહોંચી હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતુ કે પ્રણવ સોનીનું તો 6 મહિના પહેલા અવસાન થયુ હોવાનું નારણપુરા પીઆઈ એ.જી.જાદવએ જણાવ્યું હતુ. મુખ્ય આરોપીનું મૃત્યુ થતા પોલીસ અને આરઓસીની તપાસ ખોરંભે ચડે તેવી શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...