તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:અમદાવાદના શાહીબાગમાં યુવતીને પ્રેમસંબંધ રાખવા દબાણ કરી છેડતી કરનાર યુવક સામે FIR; 15 દિવસથી હેરાન કરતો હતો

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીનો હાથ પકડીને સંબંધ ન રાખે તો જાનથી મારવાની ધમકી આપી

શાહીબાગમાં રહેતી યુવતીને તેના ઘર પાસે રહેતા એક યુવકે બળજબરીથી પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતા, યુવતીએ દાદ આપી નહોતી. તેથી યુવકે નોકરીથી ઘરે જતી યુવતીનો રસ્તા વચ્ચે હાથ પકડીને સંબંધ ન રાખે તો તેને અને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપતાં કંટાળેલી યુવતીએ યુવક વિરુદ્ધ શાહીબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મૂળ રાજસ્થાનની અને હાલમાં શાહીબાગમાં રહેતી 20 વર્ષીય શૈલીના ઘર પાસે જ રહેતો મોહિત(બંનેના નામ બદલ્યાં છે)છેલ્લા પંદર દિવસથી શૈલીનો પીછો કરી પ્રેમ સંબંધ માટે દબાણ કરતો હતો. શૈલીએ તેને સ્પષ્ટ શબ્દોમાં સંબંધની ના પાડી દીધી હોવા છતાં મોહિત તેને વારંવાર પરેશાન કરતો રહેતો હતો.

બે દિવસ પહેલાં શૈલી નોકરીથી પરત ફરતી હતી ત્યારે મોહિતે પાછળથી આવીને હાથ પકડીને તું મારી સાથે પ્રેમ સંબંધ કેમ નથી રાખતી? જો પ્રેમસંબંધ નહીં રાખે તો તને અને તારા ભાઈને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ગભરાયેલી શૈલીએ તેના ઘરે દોડી જઈને માતા-ભાઈને જાણ કરી હતી. ત્યારબાદ શૈલીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં જઇ મોહિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...