સ્ટેમ ક્વિઝ:અમદાવાદ સાયન્સ સિટી ખાતે ગુજરાત STEM ક્વિઝની ફાઈનલ યોજાઈ: વડોદરાની ટીમ વિજેતા બની

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિજેતા વિદ્યાર્થીઓને રૂ. 1 કરોડના આકર્ષક ઈનામ અપાયા
  • ગુજરાત STEM ક્વિઝ એ શિક્ષણ,ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણી સંગમ સમાન બની રહી
  • ગુજરાતે આપેલો STEM ક્વિઝનો વિચાર સમગ્ર ભારત અપનાવશે : શિક્ષણમંત્રી

6 માર્ચ 2022ના રોજ ગુજરાત સાયન્સ સિટી ખાતે ગુજરાત STEM ક્વિઝ મેગા પ્રિલીમ યોજાઇ હતી. થીમેટીક રીતે ડિઝાઇન કરાયેલી આ STEM ક્વિઝનો આરંભ પ્રારંભિક કસોટીમાંથી થયા બાદ 16 વિદ્યાર્થી -8 ટીમને હોટ સીટ પર આમંત્રિત કરાઈ હતી. જેમાંથી પ્રથમ નંબરે વડોદરાની ટીમ વિજેતા બની હતી.

અમદાવાદના સાયન્સ સિટી ખાતે ગુજરાત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના નેજા હેઠળ આયોજિત STEM ક્વિઝની ફાઈનલના વિજેતાઓને ઇનામ વિતરણ સમારોહને સંબોધતા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વિજ્ઞાન આધારિત સમાજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલું સપનું આ વિદ્યાર્થીઓ સાકાર કરી રહ્યા છે.

મંત્રીએ કહ્યું કે, ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં અનેકવિધ પહેલ કરવામાં આવી છે, જે પૈકી STEM ક્વિઝ એક છે. તેમણે આ અવસરે જિલ્લા સ્તર સુધી આ પ્રકારની સ્પર્ધાના આયોજન માટેની કટિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.

શિક્ષણમંત્રી એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગુજરાતે આપેલા STEM ક્વિઝના વિચારને ભારત પણ અપનાવશે. તેમણે ઉમેર્યું હતું કે, એક પ્રકારે સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ STEM) ના ક્ષેત્રમાં આ ભારતની સૌથી મોટી ક્વિઝ બની રહી છે. વાઘાણીએ ક્વિઝમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ અને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓને શીખ આપી હતી કે આપણા ઘડતરમાં વાલીઓની ભૂમિકાને કદાપિ ન ભૂલીએ. મંત્રીએ વિદ્યાર્થીઓને તેમના જીવનમાં ઉત્તમ વિચારો અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, દૈનિક ધોરણે આવતા વિચારો નોંધપોથીમાં નોંધવાની ટેવ રાખો. નોંધપાત્ર બાબત એ છે કે આ ક્વિઝમાં ગુજરાતના વિવિધ બોર્ડ, માધ્યમ (medium)ના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

અહીં ઉલલેખનીય છે કે ગુજરાત STEM મોક ટેસ્ટ 19 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી,2022 દરમિયાન હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ 33 જિલ્લા, ૮ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ટોચના 10 વિદ્યાર્થીઓની પસંદગી માટે 26 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2022 દરમિયાન જિલ્લા કક્ષાની ગુજરાત STEM ક્વિઝ યોજાઈ હતી. અને અંતે, 6 માર્ચ 2022ના રોજ ગુજરાત સાયન્સ સિટી ખાતે ગુજરાત STEM ક્વિઝ મેગા પ્રિલીમ યોજાઇ હતી. જેમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ટોપર રહેલા 140 વિદ્યાર્થીમાં 176 છોકરીઓ અને 234 છોકરાઓ હતા. જો ધોરણ ની દૃષ્ટિ એ વાત કરીએ તો ધોરણ 9ના 89, ધોરણ 10ના 118, ધોરણ 11ના 112 અને ધોરણ 12ના 91 વિદ્યાર્થી પસંદગી પામ્યા હતા.

મંત્રીએ રસપૂર્વક ક્વિઝને નિહાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નહેરાએ સમગ્ર કાર્યક્રમ વિશે મંત્રીને માહિતગાર કર્યા હતા. આ અવસરે ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના ડેપ્યુટી સેક્રેટરી ગાર્ગી જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સલાહકાર નરોત્તમ શાહુ અને તેમની ટીમને સમગ્ર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. STEM ક્વિઝની ગ્રાન્ડ ફિનાલેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ, માર્ગદર્શકો, શૈક્ષણિક અધિકારીઓ સામુદાયિક વિજ્ઞાન કેન્દ્રના સંચાલકો અને વિજ્ઞાનપ્રેમી નાગરિકોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...