સિનેમાઘરો જલદી જ શરૂ થશે:ફિલ્મો રિલીઝ ડેટ સાથે તૈયાર, બસ હવે સરકારની 'એક્શન' બોલવાની રાહ, ગુજરાતમાં થિયેટર્સ- સંચાલકોએ 1200 કરોડનું નુકસાન ભોગવ્યું

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં આવેલાં કુલ 50 જેટલાં મલ્ટિપ્લેક્સ અને મિનીપ્લેક્સને આશરે 350 કરોડનું નુકસાન થયું. - Divya Bhaskar
અમદાવાદમાં આવેલાં કુલ 50 જેટલાં મલ્ટિપ્લેક્સ અને મિનીપ્લેક્સને આશરે 350 કરોડનું નુકસાન થયું.
  • અમદાવાદમાં આવેલા કુલ 50 મલ્ટિપ્લેક્સને કોરોનામાં આશરે 350 કરોડનું નુકસાન થયું છે
  • અન્ય ઇન્ડસ્ટ્રી ખોલવામાં આવી છે એમ મલ્ટિપ્લેક્સ પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે ખોલવાં જોઈએ: સંચાલક

કોરોનાની પહેલી લહેર બાદ જ્યારે મલ્ટિપ્લેક્સ અને મિનીપ્લેક્સ શરૂ થયાં ત્યારે જૂની ફિલ્મોને ફરીથી રિલીઝ કરવામાં આવી હતી. એક અઠવાડિયા બાદ નવી ફિલ્મો રિલીઝ થઈ હતી. એસોસિયેશન મુજબ, ત્યારે માત્ર 25 ટકા જેટલા લોકો જ થિયેટરમાં આવતા હતા, પરંતુ કોરોનાની બીજી લહેર આવતાં થિયેટરોએ બંધ રાખવાનું નક્કી કર્યું હતું. મલ્ટિપ્લેક્સ એસોસિયેશનનું કહેવું છે કે ‘સરકારે આશ્વાસન આપ્યું છે કે જેમ ધીમે-ધીમે બધું શરૂ થયું એમ થિયેટરો પણ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. જો થિયેટર્સ શરૂ થશે તોપણ એક-બે અઠવાડિયાં પછી લોકો આવશે. શહેરમાં આવેલાં કુલ 50 મલ્ટિપ્લેક્સને કોરોનામાં આશરે 350 કરોડનું નુકસાન થયું છે’.

મલ્ટિપ્લેક્સમાં ફિલ્મો જોવી સ્ટ્રેસ બસ્ટર છે
થિયેટરમાં ફિલ્મ જોવાની જે ફીલ છે એ બીજા કોઇ સેટઅપમાં નથી. અમુક ફિલ્મો એવી હોય છે જેને જોવાની મજા મોટી સ્ક્રીન પર જ આવે છે. મલ્ટિપ્લેક્સમાં ફિલ્મો જોવી ખાસ કરીને ફની બોલિવૂડ કે પછી અન્ય કોઈ વિષય એ સ્ટ્રેસ બસ્ટર જેવું કામ કરી શકે છે. બિઝનેસના દૃષ્ટિકોણથી જોઈએ તો જેમ અન્ય ઇન્ડસ્ટ્રી ખોલવામાં આવી છે તેમ મલ્ટિપ્લેક્સ પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે ખોલવાં જોઇએ. - હરિતોષ ભટ્ટ.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

‘મને એવું લાગે છે મલ્ટિપ્લેક્સ ઓવરરેટેડ છે’
હું રિવ્યૂના આધારે જો ખૂબ સારી ફિલ્મ હોય તો જ મલ્ટિપ્લેક્સમાં જોવા જાઉં છું. મને એવું લાગે છે કે મલ્ટિપ્લેક્સ ઓવરરેટેડ છે. મને હોમ સ્ક્રીન પર પોતાના સમય મુજબ ફિલ્મો જોવી વધારે પસંદ છે. જૂની ફિલ્મો જોવી હોય તો મલ્ટિપ્લેક્સમાં ઓપ્શન મળતો નથી. હવે કોઈ સારી ફિલ્મ આવે તો બિગ સ્ક્રીન પર જોઈ શકાય, ત્યાં સુધી ઘરે જ ફિલ્મો જોઈશ. - રિતુ મહેતા.

50% કેપેસિટી સાથે એન્ટ્રી આપવી જોઈએ
ટ્રાવેલિંગમાં જેમ કોરોના ગાઈડલાઈન્સ ફોલો કરવામાં આવે છે, એમ અહીં પણ વેક્સિનેશન રિપોર્ટ કે કોવિડ હિસ્ટરીના આધારે શરૂ કરી શકાય. દિવસના નક્કી કરેલા શોમાં 50% કેપેસિટી સાથે એન્ટ્રી આપવી જોઈએ. બિગ સ્ક્રીન એક્સપિરિયન્સ હવે મિસ થાય છે. અમુક હોલિવૂડ ફિલ્મો સાઉન્ડ ઈફેક્ટ, સ્ક્રીનના કારણે મલ્ટિપ્લેક્સમાં જ જોવાની મજા પડે છે. - યુગ ત્રિવેદી.

રાજ્યમાં થિયેટર્સને 1200 કરોડનું નુકસાન
હાલ થિયેટર્સ બંધ છે પણ અમારે તો દર મહિને 5 લાખ રૂપિયા મેઇન્ટેનન્સ માટે જુદા રાખવા પડે છે. જો થિયેટર્સ શરૂ થઈ જશે તો પણ મૂવી જોનારા લોકો તરત થિયેટર તરફ નહીં વળે. કોરોનામાં ગુજરાતમાં થિયેટર્સને આશરે 1200 કરોડનું નુકસાન થયું છે. - રાકેશ પટેલ, પ્રેસિડેન્ટ, ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિયેશન,મેમ્બર.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

કોરોનામાં અમને આશરે 3 કરોડનું નુકસાન
અમે મિનીપ્લેક્સમાંથી મલ્ટિપ્લેક્સમાં શિફ્ટ થયા છીએ. પહેલી લહેર બાદ થિયેટર્સ શરૂ થવાની સાથે ધીમે-ધીમે સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો, પરંતુ બીજી લહેર બાદ લોકો હવે ઘરે રહીને કંટાળ્યા છે માટે થિયેટર્સ અચૂકપણે આવશે. આ મહામારીમાં અમને આશરે 3 કરોડનું નુકસાન થયું છે. - અનિસ પટેલ , કોનપ્લેક્સ ઓનર.

નુકસાન પરથી મેઇન્ટેનન્સ-પગારનો ખર્ચ
મલ્ટિપ્લેક્સનો વાર્ષિક વકરો 10-12 કરોડનો હોય છે, જેમાં 20% પ્રોફિટ ગણાય છે. આમ, કોરોનામાં આશરે સવા બે કરોડનું નુકસાન થયું છે. કમાવાનું કંઈ નહીં ને મેઇન્ટેનન્સ અને માણસોના પગારનો ખર્ચ તો ખરો. તંત્રએ આ સેક્ટર માટે ખરેખર કંઈક વિચારવાની જરૂર છે. - વંદન શાહ, સેક્રેટરી, સિનેમા ઓનર્સ એન્ડ એક્ઝિબિટર્સ એસોસિયેશન.