તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એડમિશન:અમદાવાદમાં RTE હેઠળ એડમિશન માટે માત્ર 3 દિવસમાં જ 9000 ફોર્મ ભરાયા, 5 જુલાઈ સુધી 30,000 ફોર્મ ભરાવાની શક્યતા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાળકોની પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
બાળકોની પ્રતિકાત્મક તસવીર
  • 25 જૂનથી 5 જુલાઈ સુધી RTE એડમિશન માટે વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે

વર્ષે 2012થી RTE હેઠળ એડમીશન શરુ થયા હતા જે બાદ દર વર્ષે નવું શૈક્ષણિક સત્ર શરુ થાય ત્યારે RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા થાય છે. આ વર્ષે 25 જૂનથી RTE હેઠળ એડમીશન માટે ફોર્મ ભરવાના શરુ કરવામાં આવ્યા છે. શરૂઆતના 3 દિવસમાં જ 9000 જેટલા એડમીશન માટે ઓનલાઈન ફોર્મ ભરાયા છે. હજુ 5 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે જેથી 30,000 કરતા વધુ લોકો ફોર્મ ભારે તેવી શક્યતા છે.

3 દિવસમાં 9000 ફોર્મ RTE હેઠળ એડમિશન માટે ભરાયા
વર્ષ 2021-22માં શૈક્ષણિક સત્રમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. 25 જૂનથી 5 જુલાઈ સુધી વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. જે બાદ 10 જુલાઈ સુધી ફોર્મ ચકાસણી કરવામાં આવશે અને તે બાદ 15 જુલાઈએ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે. 25 જૂનથી 3 દિવસમાં જ 9000 જેટલા ફોર્મ લોકોએ ભર્યા છે. હજુ 8 દિવસ સુધી ફોર્મ ભરી શકાશે જેથી ૩૦,૦૦૦ કરતા વધુ લોકો ફોર્મ ભારે તેવી શક્યતા છે.

સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોની પ્રતિકાત્મક તસવીર
સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોની પ્રતિકાત્મક તસવીર

આ વર્ષે 12,500 બાળકોને RTE હેઠળ પ્રવેશ મળશે
આ વર્ષે RTE હેઠળ 12,500 બાળકોને પ્રવેશ આપવામાં આવશે. 30,000 વિદ્યાર્થીઓ કરતા વધુની અરજી સામે 12,500 બાળકોને પ્રવેશ આપવાનો રહેશે,વાલીઓએ ભરેલ ફોર્મ અને તેની વિગત સંપૂર્ણ તપાસવામાં આવશે. વિગત તપાસીને ખોટા ડોક્યુમેન્ટ કે અધુરી વિગત હશે તો ફોર્મ ભરનારના ફોર્મ રીજેક્ટ કરવામાં આવશે અને અંતે મેરીટના આધારે 12,500 બાળકોને એડમીશન આપવામાં આવશે.

બાળકના જન્મનો આધાર ન હોય તો ફિક્સ ફોર્મેટમાં સોગંદનામું જરૂરી
15 જુલાઈથી સ્કૂલની ફાળવણી કરવાની શરૂઆત કરવામાં આવશે. RTE હેઠળ ફોર્મ ભરવા અનેક ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે ત્યારે હવે બાળકનો જન્મનો દાખલો ના હોય તો ફિક્સ ફોર્મેટ મુજબ જન્મનું સોગંદનામુ વાલીઓએ કરવું પડશે. અગાઉ પણ RTE હેઠળ એડમિશન લેતા વાલીઓ પાસે બાળકના જન્મનો કોઈ આધાર ના હોય તેમને સોગંદનામુ કરવાનું રહેતું હતું. પરંતુ આ વર્ષે જન્મનો આધાર લીધા વિના પ્રવેશ મેળવવો હશે તો શિક્ષણ વિભાગ દ્વારા ફિક્સ ફોર્મેટ આપવામાં આવ્યું છે, તે ફોર્મેટ પ્રમાણે સોગંદનામુ કરવાનું રહેશે. ખોટું સોગંદનામું હશે તે ગુનો બનશે માટે તમામ વિગતો તકેદારી પૂર્વક સાચી આપવાની રહેશે.

ડીઈઓની અધિકારીઓને સૂચના સબમિટ ફોર્મની યોગ્ય ચકાસણી કરે​​​​​​​
નોંધનીય છે કે, 10 હજારથી વધુ ખાનગી સ્કૂલોમાં RTE હેઠળ એડમિશન આપવામાં આવશે. શહેરી વિસ્તારમાં આવક મર્યદા 1.50 લાખ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ રાખવામાં આવી છે. અમદાવાદની ડીઈઓ કચેરીના વહિવટી અધિકારીએ વાલીઓ માટે મહત્વની સુચના આપવામાં આવી છે. અને કહેવામાં આવ્યું છે કે, વાલીઓ જે ફોર્મ ભરે અને ડોક્યુમેન્ટ સબમિટ કરે તેની સારી રીતે ચકાસણી કરી લે અને પછી જ ફોર્મ સબમિટ કરે પછીથી ફોર્મમાં સુધારો થઈ શકશે નહીં. સાથે જ તેઓએ વધુમાં મહિતી આપતા કહ્યું કે, ગયા વર્ષના પ્રમાણમાં આ વર્ષે વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ લેવાની તક મળશે.