તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેન્દ્ર સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું:'ISROમાં 1.65 લાખ લીટરની બે નાઈટ્રોજન ટેંક ઓક્સિજન ટેંકમાં ફેરવાઈ, ધન્વંતરિ હોસ્પિ.માં નેવીએ 169 સભ્યોનો સ્ટાફ મોકલ્યો'

અમદાવાદ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર
 • આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો PILને લઈને સુનાવણી યોજાશે.
 • રાજ્ય સરકારે સુઓમોટો મામલે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે.
 • રાજ્યમાં 2547 હોસ્પિટલમાં 1 લાખ 7 હજાર 707 બેડ ઉપલબ્ધ હોવાનો સરકારે દાવો કર્યો.

આવતીકાલે ગુજરાત હાઇકોર્ટમાં કોરોના સૂઓમોટોને લઇ સુનવણી યોજાવવાની છે. તે અગાઉ કેન્દ્ર સરકારે પોતાનું સોગંદનામું કોર્ટમાં રજુ કર્યું છે. આ સોગંદનામામાં કેન્દ્ર સરકાર ઓક્સિજન, રેમડેસિવિર અને અન્ય સુવિધા માટે કઈ રીતે કામગિરી કરી રહી છે અને સરકારની યોજના શું છે તે વિષયે માહિતી રજૂ કરવામાં આવી છે.

ISROએ 1.65 લાખ લિટરની બે ટાંકી ઓક્સિજન ટાંકીમાં રૂપાંરિત કરી
સરકારે સોગંદનામામાં જણાવ્યું છે કે, મેડિકલ સ્ટાફને વિવિધ નેવલ સ્ટેશનોથી અમદાવાદ રવાના કરવામાં આવ્યા છે.નૌકાદળ દ્વારા ધન્વંતરિ હોસ્પિટલમાં કુલ 169 લોકોને સ્ટાફ પૂરો પાડવામાં આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા આશરે 1.65 લાખ લીટર જેટલી 2 લિક્વિડ નાઇટ્રોજન ટેન્ક્સને સ્ટોરેજ માટે પ્રવાહી ઓક્સિજન ટાંકીમાં રૂપાંતરિત કરવામાં આવી છે. વધુમાં ભારતીય નૌસેનાએ COVID રાહત કામગીરી માટે સમુદ્ર સેતુ II યોજના અંતર્ગત મુંબઈ, વિશાખાપટ્ટનમ અને કોચીનથી વિદેશી દેશોમાંથી લિક્વિડ મેડિકલ ઓક્સિજન અને તેનાથી સંબંધિત તબીબી ઉપકરણોના વહન માટે કાર્યરત છે.

ઓક્સિજન સપ્લાય માટે સરકારના પ્રયાસ
તેલ અને ગેસ જાહેર ક્ષેત્રની કંપનીઓ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ, ભારત સરકાર જરૂરિયાતની આ ઘડીમાં રાષ્ટ્રની લિક્વિડ મેડિકલ ઓક્સિજન જરૂરીયાતોને પહોંચી વળવા કાર્યરત છે. તેઓ દેશભરમાં જાહેર આરોગ્ય સુવિધાઓમાં 100 જેટલા પ્રેશર સ્વિંગ એડર્સોર્શન (પીએસએ) મેડિકલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ સ્થાપિત કરી રહ્યા છે. આ હેઠળ ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક, ગોવા, કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ઓડિશા, મધ્ય પ્રદેશ અને દિલ્હીની હોસ્પિટલોને આવરી લેવામાં આવશે.

મૈત્રી પૂર્ણ દેશો પાસેથી મદદ લેવાઈ રહી છે
ભારતીય નૌસેનાએ તેના વહાણો COVID રાહત કામગીરી સમુદ્ર સેતુ II અંતર્ગત મુંબઈ, વિશાખાપટ્ટનમ અને કોચીનથી ત્રણ નેવલ કમાન્ડના જહાજોથી મૈત્રીપૂર્ણ દેશો પાસેથી મેડિકલ સંસાધનો, ઓક્સિજન સપ્લાય માટે મોકલવાનું શરુ કર્યું છે. આ માટે આઇએનએસ તલવાર, આઈએનએસ કોલકાતા, આઈએનએસ આઇરાવત, આઈએનએસ કોચી, આઈએનએસ તાબર, આઈએનએસ ત્રિકંદ, આઈએનએસ જલાશ્વ અને આઈએનએસ શાર્દુલને તૈનાત કર્યા છે.

સુરક્ષા દળની ત્રણેય પાંખોએ પોતાના પ્રયાસો સઘન કર્યા
ભારતીય સૈન્ય રાષ્ટ્રીય કક્ષાએ કોવિડ પ્રતિસાદમાં આગળ આવ્યું છે. તેણે દિલ્હી, અમદાવાદ, લખનઉ, વારાણસી અને પટના ખાતે નાગરિક અધિકારીઓને મદદ કરવા માટે નોંધપાત્ર તબીબી સંસાધનો તૈનાત કર્યા છે. ભારતીય વાયુ સેવા અને ભારતીય નૌકાદળે વર્તમાન કોવીડ 19 સ્થિતિને પહોંચી વળવા સિવિલ એડમિનિસ્ટ્રેશનને મદદ કરવા તેમના પ્રયત્નો તીવ્ર બનાવ્યા છે.

રાજ્ય સરકારે સુઓમોટો મામલે સોગંદનામું રજૂ કર્યું
હાઇકોર્ટમાં સુઓમોટો અરજીમાં ગુજરાત સરકારે પણ સોગંદનામું રજૂ કર્યું છે. ગુજરાત સરકારે 56 પેજનું રાજ્ય સોગંદનામું ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કર્યું છે. જેમાં સરકારે જણાવ્યું કે, RT-PCRના નવા મશીનમાં વધારો કર્યો છે. 9 યુનિવર્સિટીમાં RT-PCR ટેસ્ટ ચાલુ કર્યા હોવાનો દાવો કર્યો છે. સરકારને 1 દિવસના 16,115 ઇન્જેકશન કેન્દ્ર સરકાર આપશે. સોગંદનામામાં અમદાવાદને એપ્રિલમાં 1,83,257 રેમડેસિવિર ઇન્જેકશન આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. હાલ 2547 હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ હોવાનો દાવો પણ કર્યો છે. તો રાજ્યમાં 2547 હોસ્પિટલમાં 1 લાખ 7 હજાર 707 બેડ ઉપલબ્ધ હોવાની પણ વાત કરી છે.

રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામાના મુદ્દા

 • 60 હજાર 176 ઓક્સીજન બેડ, 13 હજાર 875 ICU બેડ
 • રાજ્યમાં 6 હજાર 562 વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ
 • ગામડામાં સંક્રમણ અટકવવા કર્યાં પ્રયાસ
 • સરકારે મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કર્યાનો ઉલ્લેખ
 • 103 લેબોરેટરી સમગ્ર રાજ્યમાં હોવાનો ઉલ્લેખ
 • ગ્રામ્ય સ્તરે પણ RT-PCR ટેસ્ટ પર સરકારે ભાર મૂક્યો
 • રાજ્યમાં ઓક્સિજન પૂરતો પૂરતો જથ્થો મળી રહેશેઃ સરકાર
 • રાજ્ય સરકાર નવા ઓક્સિજન પ્લાન્ટ કરી તૈયાર રહી છેઃ સરકાર