તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:ધીરુભાઇ અંબાણી ઇન્સ્ટિટ્યુટમાં ખાલી બેઠકો રાજ્યના છાત્રોથી ભરોઃ કોંગ્રેસ

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 50 ટકા ગુજરાતના અને 50 ટકા JEEના આધારે પ્રવેશ
 • અન્ય રાજ્યના છાત્રોથી ભરવા તજવીજઃ કોંગ્રેસ

ગુજરાતમાં ડિગ્રી ઇજનેરીમાં ખાનગી યુનિવર્સિટીઓ 50 ટકા બેઠક જેઇઇ અને 50 ટકા બેઠક ગુજરાતની એડમિશન કમિટીના આધારે ગુજરાતના વિદ્યાર્થીઓથી પ્રવેશ ફાળવાય છે. ધીરૂભાઇ અંબાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી(DAIICT) દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓના ફાળે આવતી 20 બેઠક ખાલી પડી છે, આ બેઠક જેઇઇના આધારે ગુજરાત બહારના વિદ્યાર્થીઓથી ભરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હોવાનો આક્રોશ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ વ્યકત કર્યો હતો.

દોશીએ કહ્યું કે, DAIICTની આવી પ્રક્રિયાથી ગુજરાતના વિદ્યાર્થીઓના ફાળે આવતી બેઠકો અન્ય વિદ્યાર્થીઓના ફાળે જતી રહે છે, જે સંપૂર્ણ અયોગ્ય છે અને ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય થાય છે. તેમણે ગુજરાતના વિદ્યાર્થીઓથી ખાલી થનાર બેઠકો ગુજરાતના વિદ્યાર્થીઓથી જ ભરવા માગ કરી હતી. આ બાબતે સરકારને હસ્તક્ષેપ કરવાની રજૂઆત કરાશે. તેમણે કહ્યું હતું કે, કુલ બેઠકો પૈકી 50 ટકા બેઠકો જેઇઇ અને 50 ટકા બેઠકો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ કાર્યવાહી ACPC દ્વારા થાય છે. એસપીસી દ્વારા હાથ ધરાયેલી પ્રવેશ કાર્યવાહીમાં જાહેર કરાયેલી ખાલી બેઠકોમાં ધીરૂભાઇ અંબાણી ઇન્સ્ટિટ્યુટની 20 બેઠક ખાલી પડી છે. જે ગુજરાતના વિદ્યાર્થીઓથી જ ભરવી જોઇએ, તેવી માગ દોશીએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો