તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Fights Between The Couple And The Youth Over The Issue Of Batting While Playing A Match; The Woman Lodged A Complaint Against 7 Youths In Khadia Police

વિવાદ:મેચ રમતી વખતે દડી વાગવા મુદ્દે દંપતી અને યુવકો વચ્ચે મારામારી; ખાડિયા પોલીસમાં મહિલાએ 7 યુવકો સામે ફરિયાદ નોંધાવી

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સારંગપુરમાં ધાબે સૂતી મહિલાને દડી વાગતાં ઝઘડો થયો

સારંગપુરમાં ક્રિકેટ રમતાં યુવકોએ જોરથી ફટકો મારતા પ્લાસ્ટિકની દડી એક મકાનના ધાબા પર સૂતેલી એક મહિલા પર પડી, વાગતા તે જાગી ગયાં હતાં. જ્યારે દડી લેવા ધાબે આવેલા યુવકોએ મહિલા અને તેના પરિવાર સાથે ઝઘડો કરી મારામારી કરી હતી. આ અંગે મહિલાએ 7 યુવકો વિરુદ્ધ ખાડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

સારંગપુર રણછોડજીના મંદિરની સામે શ્યામસંગાની પોળના નાકે રહેતા શિલ્પાબેન ઠાકોર(33)પતિ બળવંતજી(40) અને 2 દીકરા અક્ષય(15) અને રાહુલ(10) સાથે રહે છે. 1 જુલાઈએ રાતે 10 વાગે શિલ્પાબેન અને પરિવાર ધાબે સૂતો હતો. ત્યારે ત્યાં ક્રિકેટ રમતાં યુવકે જોરથી ફટકો મારતા દડી ધાબે આવી, શિલ્પાબેનને વાગી હતી. જેથી શિલ્પાબેન અને પરિવાર જાગી ગયો હતો.

ક્રિકેટ રમતાં મહેશ રબારી, માન્યો રબારી, ધવલ રબારી, લાલુ, અમિત ઉર્ફે ગમન, લગ્ધી જયરામ રબારી અને જયેશ રબારી દડી લેવા આવ્યા ત્યારે શિલ્પાબેન અને તેમના પતિએ તેમને ઠપકો આપતાં યુવકોએ કહ્યું હતું કે દડી નીચે ફેંકો. તેમ કહીને ગાળો બોલતા શિલ્પાબેનના ઘરમાં ઘુસી શિલ્પાબેન અને બળવંતજી સાથે ઝઘડો કરી તેમને બેટ બતાવીને ધમકી આપી હતી. જ્યારે બળવંતજી અને શિલ્પાબેન સાથે ગાળાગાળી અને મારામારી કરી હતી. જેથી મહિલાએ ખાડિયા પોલીસમાં સાત સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...