તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ ફરિયાદ:પેટ્રોલ ઓછું પૂરવા મામલે ગ્રાહક અને કર્મચારીઓ વચ્ચે મારામારી

અમદાવાદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કૃષ્ણનગરની ઘટના, બંનેની સામસામી પોલીસ ફરિયાદ

કૃષ્ણનગરના એક પેટ્રોલ પંપ પર ઓછું પેટ્રોલ ભરવા બાબતે ગ્રાહક અને પંપ ઓપરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી, જેમાં બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ન્યુ અંબિકા પેટ્રોલ પંપ પર નોકરી કરતા સતેન્દ્રસિંગે ફરિયાદમાં જણાવ્યું છે કે, વિજય સોલંકી, અજય સોલંકી બાઇકમાં રૂ.50નું પેટ્રોલ પુરાવવા આવ્યા હતા. ટેસ્ટિંગના કારણે 30નું પેટ્રોલ આવતાં, સતેન્દ્રસિંગે બીજું રૂ.20નું પેટ્રોલ આપવાનું કહેતા બંનેએ ઉશ્કેરાઈ મારામારી કરી હતી.

સામા પક્ષે અજય સોલંકીએ ફરિયાદ કરી છે કે, રૂ.50નું પેટ્રોલ ભરાવા ગયા ત્યારે સતેન્દ્રસિંગે રૂ.30નું પેટ્રોલ ભર્યું, એ બાબતે પૂછતાં તેણે ઉશ્કેરાઇને ઝઘડો કરી મારઝૂડ કરી હતી. આથી પંપ પરના રિન્કુ રાજવત અને સોનુ તોમરે પણ સતેન્દ્રસિંગનો પક્ષ લઈ અજય-વિજય સાથે મારઝૂડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો