તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ફ્લેટમાં ઓફિસ શરૂ કરનારા વેપારી-રહીશો વચ્ચે મારામારી

અમદાવાદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જીવરાજ પાર્કના બિનોરી કોર્નરની ઘટના
 • 2થી વધુ કર્મચારી ભેગા થઈ કામ કરતા હતા

જીવરાજ પાર્ક કેમ્બે હોટેલ સામે આવેલા બિનોરી કોર્નર નામના ફ્લેટમાં ઓફિસ શરૂ કરનાર વેપારી અને સ્થાનિક રહીશો વચ્ચે ઝઘડો થતા બંને પક્ષ વચ્ચે મારી મારી થઇ હતી. જેમાં સામ સામે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે વાસણા પોલીસે બંને પક્ષની સામ સામી ફરિયાદ નોંધી છે.   બિનોરી કોર્નરમાં રહેતા દડુભાઇ  દરબારે જિનેશ શાહ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ ફ્લેટની ઉપર રહેણાંક વિસ્તારમાં જિનેશ શાહે પોતાની ઓફિસમાં 2થી વધુ લોકો ભેગા કર્યા હતા. જે બાબતે દડુભાઇ અને તેમના ભાણેજ ભાલુભાઇ કહેવા જતા જયેશભાઇએ દડુભાઇનો કોલર પકડી ફેંટો મારી હતી. જેથી ભાલુભાઇએ વચ્ચે પડીને તેમને છોડાવ્યા હતા. તો આ તરફ સામે પક્ષે જિનેશ શાહે દડુભાઇ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી છે. 6 મે એ જિનેશભાઇ અને તેમના સ્ટાફના માણસો ઓફિસે આવ્યા ત્યારે દડુભાઇએ તેમને કહ્યું હતું કે જો તમારે ઓફિસ ખોલવી હોય તો બે કરતાં વધારે માણસ ઓફિસમાં રખાશે નહીં. તેમ કહીને ગાળા ગાળી કરવા લાગ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો