તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેમ સંબંધનો કરૂણ અંત:લિવઈનમાંથી છૂટા પડ્યાં બાદ બંને પક્ષે મારામારી, યુવતીના ભાઈઓએ યુવકને માર માર્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 વર્ષથી બંને અલગ રહેતાં હતાં, સેટેલાઈટ પોલીસમાં બંને પક્ષની સામસામી ફરિયાદ

5 વર્ષથી મૈત્રી કરાર કરીને સાથે રહેતા યુવક અને યુવતી વચ્ચે મન મેળ નહીં રહેતા બંને 2 વર્ષથી જુદા રહેતાં હતાં, જેની અદાવત રાખીને યુવતીના ભાઈ અને યુવાન વચ્ચે મારામારી થઇ હતી. આ અંગે બંને યુવાનોએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

એલિસબ્રિજમાં ભુદરપુરા આંબેડકર કોલોનીમાં રહેતા રાહુલ મુછડિયા (ઉં. 32)ને ત્યાં જ રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, જેથી રાહુલ મૈત્રી કરાર કરીને તે યુવતી સાથે રહેતો હતો, પરંતુ છેલ્લાં 2 વર્ષથી રાહુલ અને તે યુવતી વચ્ચે મનમેળ નહીં રહેતા યુવતી તેના ઘરે રહેવા જતી રહી હતી. તે બાબતે રાહુલ અને યુવતીના પરિવારના સભ્યો વચ્ચે માથાકૂટ ચાલી રહી હતી.

દરમિયાનમાં ત્રીજી જુલાઈના શનિવારે સવારે 10 વાગ્યે રાહુલ અને તે યુવતીના ભાઈ વચ્ચે સેટેલાઇટમાં શિવરંજની ચાર રસ્તા નજીક ઝઘડો થતા બંને વચ્ચે મારામારી થઇ હતી. આ અંગે બંનેએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...