વિવાદ:જુલૂસનાં ઢોલ-તાસું વગાડવા બાબતે 2 જૂથ વચ્ચે મારામારી, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ઈદ-એ-મિલાદની આગલી રાતે જ જમાલપુરમાં મોડી રાતે ઢોલ વગાડવા બાબતે બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં બંને પક્ષે ગાયકવાડ હવેલી પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાવી હતી.

સોના ગેલેક્સી ફ્લેટમાં રહેતા આસિફહુસેન જુલ્ફીકારઅલી સૈયદ (ઉં.42) બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો ધંધો કરે છે. સોમવારે રાતે કેટલાક છોકરાં તેમના ઘર આગળ ઢોલ વગાડતા હતા. આથી આસિફહુસેને તેમને ઠપકો આપતાં છોકરાં ગુસ્સે થયાં હતાં અને ગાળો બોલી આસિફહુસેન અને ભત્રીજા પર લાકડી-પાઈપથી હુમલો કર્યો હતો.

આ અંગે આસિફહુસેને અસલમ અબ્દુલ હફીજ અબ્દાલ, ગરીબશા અલ્લારખા અબ્દાલ, જેનુલ અબ્દાલ, દિલાવર અબ્દાલ, રઇસ અબ્દાલ, જમીર અબ્દુલ હફીજ અબ્દાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામે પક્ષે અબ્દાલ વાડમાં રહેતા અસ્લમભાઈ અબ્દુલહફીજ અબ્દાલે અસ્લમભાઈ, તેમના ભાઈ આરીફ, શહેજાદયુસુફ સૈયદ, અબુ ચાઉસ, મુનાફ ઈર્શાદ વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...