તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ:નરોડામાં કાળીચૌદશે ઘર બહાર લીંબુ મૂકી જતાં બે પાડોશીઓ વચ્ચે મારામારી

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નરોડા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે મારમારીની ફરિયાદ નોંધાવી

કાળીચૌદશના દિવસે નરોડાના એક ફ્લેટમાં રહેતા પરિવારના દરવાજા સામે ઉતારાનું લીંબું કોઈ અજાણી વ્યક્તિ મૂકી ગઈ હતી. આ મામલે પરિવારે તેમના પાડોશીને પૂછપરછ કરતા મામલો બિચક્યો હતો જે મારામારી સુધી પહોંચ્યો હતો, જેમાં બંને પક્ષે એકબીજા સામે આક્ષેપ કરતી ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ મામલે પૂજાબેન ચૌહાણે અને તેમના પાડોશી પૂજાબેન પટેલે એકબીજા સામે આક્ષેપ કરતી ફરિયાદ નરોડા પોલીસમાં નોંધાવી છે.

નરોડા હરીદર્શન ચાર રસ્તા પાસે આવેલા હિલોની ફ્લેટમાં એ બ્લોકમાં પૂજાબેન ચૌહાણ તેમના પરિવાર સાથે રહે છે. તેમની બાજુના મકાનમાં પૂજાબેન પટેલ તેમના પરિવાર સાથે રહે છે. પૂજાબેન ચૌહાણના ઘરની બહાર કોઈએ ઉતારાનું લીંબુ મૂક્યું હતું. જેથી પૂજાબેન આસપાસમાં પૂછવા ગયા હતા. પૂજાબેન પટેલને પૂછતાં મેં લીંબુ મૂક્યું નથી અને હવે આ બાબતે મને પૂછવાનું નહિ. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તેઓ વચ્ચે ઝપાઝપી અને મારામારી થઈ હતી.

બંનેના પતિ પણ આવી ગયા હતા. તહેવાર દરમ્યાન બંને પરિવારો વચ્ચે ઝઘડો થતાં આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા અને તેઓને છોડાવ્યા હતા. ઘટના મામલે પોલીસને જાણ થતાં નરોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ બંને પરિવારને લઈ પોલીસ સ્ટેશન પહોંચી હતી. નરોડા પોલીસે બંનેની ફરિયાદ લઈ વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો