તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિકેટ રમવા બાબતે હુમલો:ચાંદલોડિયામાં ક્રિકેટ બાબતે બે પરિવાર વચ્ચે મારામારી

અમદાવાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધાબા પર છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા
 • બેટ અને લાકડી લઈને એકબીજા પર તૂટી પડ્યા

ચાંદલોડિયામાં રામબાગ સોસાયટીના ધાબા ઉપર ક્રિકેટ રમતા છોકરાઓને ઠપકો આપતા બે પરિવારના સભ્યો વચ્ચે મારામારી થતા સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ કરવામાં આવી છે. રામબાગ સોસાયટીમાં રહેતા જગદીશ હાજાભાઈ રાઠોડ(ઉં.28) રવિવારે સાંજે નોકરીએથી ઘરે આવ્યા ત્યારે ધાબા ઉપર કેટલાક છોકરાઓ ક્રિકેટ રમી રહ્યાં હોવાથી ઘરમાં બેટ અને કૂદવાનો અવાજ આવતો હતો.

જગદીશભાઈએ છોકરાઓને ઠપકો આપતા તેમના પડોશીના દીકરા ધ્રુવે જગદીશભાઈ સાથે મારામારી કરી હતી. દરમિયાનમાં ધ્રુવની માતા રાખીબહેન, પિતા ખુશાલભાઈ તેની મોટી બહેન હીમા ધાબે આવી જતાં જગદીશભાઈની માતા વિનુબહેન,પિતા હાજાભાઈ તેમજ બહેન સોનલ પણ ધાબે આવી ગયા હતા. જ્યાં બંને પક્ષના સભ્યો વચ્ચે છૂટા હાથની તેમજ બેટ અને લાકડી વડે મારામારી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો