એકાએક આગ ફાટી નીકળી:ગોતાની ફાર્મા કંપનીમાં ભીષણ આગ, ત્રણ કલાકે કાબૂમાં આવી

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોતાની ફાર્મસી કંપનીમાં વહેલી સવારે આગ લાગી હતી. - Divya Bhaskar
ગોતાની ફાર્મસી કંપનીમાં વહેલી સવારે આગ લાગી હતી.
  • બોટલ, લિક્વિડ, ડિટર્જન્ટ, વાયર, ક્લિનિક પ્રોડ્ક્ટ ખાખ
  • વહેલી સવારે બનેલી ઘટનામાં ફાયરની 8 ગાડીઓ પહોંચી હતી

ગોતા બ્રિજ પાસેની ડીએફ ફાર્મસીમાં વહેલી સવારે એકાએક આગ ફાટી નીકળતાં ફાયર બ્રિગેડની આઠ ગાડી ઘટના સ્થળે પહોંચી ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. કંપનીમાં આગ લાગવાનું કારણ ફાયરબ્રિગેડને જાણવા મળ્યું નહોતું. જો કે, આ આગમાં કોઈ જાનહાનિ કે કોઈને ગંભીર ઈજા થવા પામી ન હતી.

ગોતા બ્રિજ પાસેની ડીએફ ફાર્મસીમાં વહેલી સવારે અચાનક લાગેલી આગની જાણ કંપનીમાં કાર્યરત કર્મચારીઓને જાણ થતાં કંપનીમાંથી બહાર દોડી આવ્યા હતા. કર્મચારીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરી જાણ હતી. જેથી ફાયર બ્રિગેડની ચાર ગાડીએ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

જો કે જે સ્થળે આગ લાગી તે સ્થળે પડેલું એક બાઈક આગની ઝપેટમાં આવી જતાં તે બળીને ખાખ થઈ ગયું હતું. આખી કંપનીમાં આગ ના ફેલાય તે માટે વધુ ચાર ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં આગ લાગવાના કારણની તપાસ કરતાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યંુ નહોતું. પરંતુ કંપનીમાં પ્લાસ્ટિકની બોટલો, લિક્વિડ, ડિટર્જન્ટ, વાયર, ક્લિનિક પ્રોડ્ક્ટ હતાં તે બળીને ખાખ થઈ ગયા હતાં. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...