આસપાસની 4 કંપનીને ખાલી કરાવાઈ:અમદાવાદમાં ચંડોળા તળાવ પાસે કોર્ટન રોલ ટેપની કંપનીમાં વિકરાળ આગ

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

ચંળોડા તળાવની અસ્કા મસ્જિદની ગલીમાં આવેલી કોર્ટનના રોલ ટેપ બનાવતી કંપનીમાં આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસાની ચાર કંપનીઓ ખાલી કરાવી હતી. ફાયરબ્રિગેડે એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

ચંળોડા તળાવ પાસેના ગુડલક બેરલ માર્કેટ પાસેની અસ્કા મસ્જિદની ગલીમાં આવેલી એક કોર્ટનની રોલ ટેપ બનાવતી કંપનીમાં બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જાણ કંપનીમાં હાજર રહેલા કામદારો તાત્કાલિક બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસની 4 કંપનીઓને પણ ખાલી કરી દેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...