તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગનો બનાવ:રીલિફ રોડના સ્પ્રેક્ટમ ટાવરની 10 દુકાનોની આગ કાબૂમાં, ફ્રીઝની દુકાનની આગ સર્જિકલ સ્ટોરમાં પ્રસરતા વિકરાળ બની હતી

3 મહિનો પહેલા
ફાયરબ્રિગેડની ટીમ પાણી મારો કરીને આગને કાબૂમાં લેવા જોતરાઈ
  • ફાયરબ્રિગેડની 17 ગાડીઓ ઘટનાસ્થળે દોડી જઈ પાણી મારો ચલાવ્યો
  • વીજળી ઘરથી રિલિફ રોડ બંધ કરી દેવો પડ્યો હતો

અમદાવાદ શહેરના રીલિફ રોડ પરના સ્પ્રેક્ટમ ટાવરમાં સાંજે અચાનક જ આગનો બનાવ બન્યો હતો. કોમ્પલેક્ષમાં સર્જિકલની દુકાનો વધુ સંખ્યામાં હોવાને કારણે સર્જિકલના સામાનના લીધે આગ વધુ પ્રસરી હતી. 10 જેટલી દુકાનોમાં આગની અસર જોવા મળી હતી. કોમ્પલેક્ષ સાંકળું હોવાને કારણે અંદર જવાનો રસ્તો પણ ફાયર માટે નહતો. જેથી ફાયરની ટીમ દ્વારા કોમ્પલેક્ષની રેલિંગ તોડી નાખવામાં આવી હતી અને અંદરની દુકાનોને પણ કતરથી તોડીને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગ કાબુમાં આવી ગઈ છે. કૂલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

ફ્રીઝની દુકાનની આગ પ્રસરીને સર્જિકલની દુકાનો સુધી પહોંચી
કીર્તિ ફ્રીઝ નામની દુકાનમાં ગેસના લીધે આગ લાગી હતી અને પ્રસરીને સર્જિકલની દુકાનો સુધી પહોંચી હતી. આગ લાગતાં ધૂમાડો પણ વધુ પ્રસરતો હતો જેથી વેક્યુમ ફેમનો પણ ફાયર દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો. દુકાનદારો અને સ્થાનિકો હાજર હોવાથી ફાયર વિભાગની મદદે આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવામાં મદદ મળી રહ્યા હતા. સેનિટાઈજર અને અન્ય વસ્તુઓની દુકાન હોવાને કારણે આગ વધુ પ્રસરી હતી.