આગ:અમદાવાદમાં પ્રેરણાતીર્થ દેરાસર પાસે ફ્લેટમાં ભીષણ આગ, 7 લોકોને બચાવી લેવાયા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીવો અથવા શોર્ટ સર્કિટથી આગ લાગ્યાની શંકા

જોધપુરના પ્રેરણા તીર્થ દેરાસર પાસે આવેલા અભિજ્યોત રેસિડેન્સીના ત્રીજા માળના એક ફ્લેટમાં શનિવારે મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. જેથી સ્થાનિક રહીશોમાં નાસભાગ મચી ગઈ હતી. જોત જોતામાં 3 મકાન સુધી આગ ફેલાઈ જતાં 7 માણસો ફસાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના અધિકારીઓ અને જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લઈ ફસાયેલા 7 જણાને હેમખેમ બહાર કાઢ્યા હતા.

જેમાં બે વૃદ્ધનો સમાવેશ થાય છે. 20 મિનિટના રેસ્ક્યુ ઓપરેશન બાદ આગમાં ફસાયેલા સાતેય વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા હતા. સલામતીના ભાગે રૂપે આખી બિલ્ડિંગ ખાલી કરી દેવાઈહતી. ડિવિઝન ફાયર ઓફિસર ઓમ જાડેજાએ જણાવ્યું કે, દીવાના કારણે અથવા તો શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે તેમ છતાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલની મદદ લેવામાં આવી હતી. આગ ગેસ સિલિન્ડર કે એલપીજી લાઈન સુધી પહોંચી ન હોવાથી જલદી કાબૂમાં આવી ગઈ હતી.

આ 7ને બચાવાયા
​​​​​​​
નવીન શાહ (ઉ.વ. 51)
પ્રેરણાબેન શાહ (ઉ.વ.18)
અગમ શાહ (ઉ.વ.21)
બીનાબેન શાહ (ઉ.વ.49)
સુમિત વોરા (ઉ.વ.32)
રેણુકાબેન પારેખ (ઉ.વ.62)
રોહિત પારેખ (ઉ.વ.65)

દિલ્હી દરવાજામાં ફટાકડાથી આગ
દિલ્હી દરવાજા મોજડી બજારમાં મોડી રાત્રે ફટાકડાના કારણે પ્લાસ્ટિક મટીરિયલના સ્ટોરેજવાળી જગ્યામાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો 4 વાહન સાથે પહોંચ્યા હતા અને 2 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ સંપૂર્ણ કાબૂમાં લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...