વિવાદ:MLA મેવાણી- હાઈકોર્ટના વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એટ્રોસિટીના કેસમાં મેવાણી હાઈકોર્ટ આવ્યા હતા
  • વકીલે કોર્ટમાં વચ્ચે ઊભા રહેવા ના પાડતા વિવાદ

એટ્રોસિટીના કેસમાં ગુજરાત હાઇકોર્ટ આવેલા વડગામના કોગ્રેંસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી કોર્ટના કોરીડોરમાં વાત કરી રહ્યા હતા ત્યારે હાઇકોર્ટના સિનિયર કાઉન્સિલ દેવેન પરીખ ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. તેમણે જીજ્ઞેશ મેવાણી અને તેમની સાથેના લોકોને કહ્યું હતું કે આ કોર્ટ છે તમે વચ્ચે ના ઊભા રહો. થોડી શિસ્ત જાળવો. તેનાથી ઉશ્કેરાઇને મેવાણીએ તેમની સામે દલીલ કરી હતી. બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. કોર્ટરૂમની બહાર ઊંચા અવાજે ધારાસભ્ય અને સિનિયર કાઉન્સિલ વચ્ચે થયેલી બોલાચાલીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

બન્ને વચ્ચે અપશબ્દો અને અભદ્ર ભાષામાં ઝઘડો થતા હાઇકોર્ટના વકીલોએ અન્ય સિનિયર કાઉન્સિલને બોલાવ્યા હતા. સિનિયર કાઉન્સિલ નિરૂપમ નાણાવટીએ કોર્ટની મર્યાદા જાળવવા બન્નેને સમજાવ્યા હતા. જીજ્ઞેશ મેવાણીએ આ ઝઘડા અંગે એટ્રોસિટીની ફરિયાદ કરવા તૈયારી દર્શાવી હતી. જો કે હાજર વકીલો અને તેમના મિત્રોએ સમાધાન કરાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર નાની અમથી બાબતે થયેલી બોલાચાલીએ એક તબક્કે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પરંતુ અંતે મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...