AMCનું ચેકિંગ નહી:અમદાવાદમાં તહેવારો મીઠાઈની દુકાનો અને હોટલોમાં સ્વીટ્સ અને ખાદ્ય ચીજોનું ચેકિંગ જ નહીં, AMCના ફૂડ વિભાગની કામગીરી સામે સવાલ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મીઠાઈના સેમ્પલ લેવા બાબતે ચર્ચા કરવામાં આવી

શ્રાવણ માસ અને તહેવારોની હવે શરૂઆત થઈ છે. શહેરમાં મીઠાઈ અને અન્ય દુકાનદારો દ્વારા તહેવારોમાં ભેળસેળવાળી ચીજવસ્તુઓનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતું હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરમાં આવેલી દુકાનો કે બેકરીઓમાં ચેકિંગ કરવામાં ન આવતું નથી. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં આરોગ્ય વિભાગના ફૂડના અધિકારીને માવા અને મીઠાઈની દુકાનોમાં ચેકિંગ કરવા સૂચના આપી છે.

ખાદ્ય પદાર્થમાં ભેળસેળના ચેકિંગની જવાબદારી આરોગ્ય વિભાગની
આગામી બે દિવસમાં રક્ષાબંધનનો તહેવાર અને અડધો શ્રાવણ મહિનો પૂરો થવા આવ્યો ત્યારે મીઠાઈ અને ખાણીપીણી દુકાનોમાં ભેળસેળવાળીમાં મીઠાઈ કે વસ્તુઓનું ચેકિંગ કરવામાં આવશે. શહેરમાં આવેલી દુકાનો, હોટલો, લારીઓ વગેરે જગ્યાએ જ્યાં પણ ખાણીપીણીના સ્ટોલ હોય છે. ત્યાં દુકાનદારો દ્વારા લોકોને સાત્વિક અને આરોગ્યપ્રદ વસ્તુઓ આપવામાં આવે છે કે કેમ અને ભેળસેળ કરવામાં આવતી નથી ને. તેના ચેકિંગ અને સેમ્પલ લેવાની જવાબદારી આરોગ્ય વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટની હોય છે.

15 દિવસ વીતી ગયા છતાં ચેકિંગ ન થતાં સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ડિપાર્ટમેન્ટના અધિકારી તો ઊંઘમાં જ હોય અને આંખ આડા કાન કરતા હોય એમ ચેકિંગ કે સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવતી નથી. માત્ર ચેકિંગના નામે 2-4 દુકાનોમાં તપાસ કરી લેવાય છે. જેના સેમ્પલના પરિણામ પણ 15 દિવસ સુધી આપવામાં આવતા નથી. તહેવારો આવ્યા છતાં ફૂડ વિભાગના અધિકારીઓની કામગીરી ન દેખાતા સ્ટેન્ડિંગ કમિટીમાં આ મામલે ચર્ચા થઈ હતી.

ચેકિંગને લઈને અનેક તર્કવિતર્ક
અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં આવેલી હોટલો, ખાણીપીણી બજાર, મીઠાઈની દુકાનો તેમજ બેકરીઓમાં ભેળસેળવાળી ચીજવસ્તુઓનું વેચાણ થતું હોય છે. સૂત્રો મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ અધિકારીથી લઇ કર્મચારીઓ સુધી કેટલીક હોટલો, રેસ્ટોરાં અને દુકાનોમાંથી હપ્તાઓ પહોંચે છે. જેના કારણે ત્યાં અધિકારીઓ પગથિયાં પણ ચડતા નથી. જેના કારણે ચેકિંગ કે સેમ્પલ લેવાતું નથી અને લોકોના આરોગ્ય સાથે ચેડાં થાય છે. જ્યાંથી રેગ્યુલર હપ્તાઓ ન પહોંચે ત્યાં બીજા જ દિવસે ચેકિંગ કરી સેમ્પલ લેવામાં આવે છે અને જો ઉપરથી સૂચના મળે ચેકિંગની તો અગાઉથી જાણ કરી અને સારી ગુણવત્તાની મીઠાઈના જ સેમ્પલ લે છે. ફૂડ વિભાગમાં ચાલતી પોલંપોલને ઉજાગર કરવી જરૂરી છે.