ફેસ્ટિવલ ટ્રેન:અમદાવાદ-જબલપુર વચ્ચે દર અઠવાડિયે ફેસ્ટિવલ ટ્રેન

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 5મીથી 2 નવેમ્બર સુધી દર બુધવારે અમદાવાદથી ઉપડશે

રેલવેએ દુર્ગાપૂજા, દિવાળી અને છઠ પૂજાને ધ્યાનમાં રાખી અમદાવાદ-જબલપુર વચ્ચે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવશે. આ ટ્રેન 5 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી દર બુધવારે અમદાવાદથી બપોરે 13:55 વાગ્યે ઉપડશે.

જ્યારે આ ટ્રેન 4 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી દર મંગળવારે જબલપુરથી સાંજે 18:25 વાગ્યે ઉપડી બીજા દિવસે સવારે 11 વાગ્યે અમદાવાદ પહોંચશે. ટ્રેન નડિયાદ, આણંદ, છાયાપુરી, દાહોદ, રતલામ, ઉજ્જૈન, મક્સી, ભોપાલ, હોશંગાબાદ, ઇટારસી, પિપરિયા અને નરસિંહપુર સ્ટેશને રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ વર્ગના કોચ રહેશે. 4 ઓક્ટોબરથી બુકિંગ શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...