તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગરમાં સેક્ટર-10 સ્થિત કૃષિ ભવન દ્વારા રાસાયણિક ખાતરના એલોટમેન્ટમાં કૌભાંડ કરવામાં આવ્યું હોવાના દાવા સાથે પોલીસ સ્ટેશનમાં અરજી થઈ છે.
અમદાવાદના હિતેશ પટેલ દ્વારા જૂન-2020માં કૃષિભવન ખાતેથી સરકાર દ્વારા રાસાયણિક ખાતરના એલોટમેન્ટની માહિતી માંગી હતી. જેમાં જવાબમાં કૃષિ ભવન દ્વારા રાસાયણિક ખાતરની ફાળવણી માંગનાર સંસ્થા અ વર્ગનો ઓડિટ રિપોર્ટ ધરાવતી હોવી જોઈએ તેવી માહિતી આપી હતી. જે બાદ અરજદારે અમદાવાદની ઈન્ડિયન ફાર્મર્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ એસોસિએશન, પોરબંદરની રામેશ્વર ફાઉન્ડેશન ટ્રસ્ટ અને સુરેન્દ્રનગર સ્થિત ઝાલાવાડ ફર્ટિલાઈઝર્સ ડીલર્સ એસોસિએશનના અ વર્ગના ઓડિટની નકલો માંગી હતી. જેના જવાબમાં 16 કંપનીઓને એલોટમેન્ટ કરેલ હોવાનું તથા જે ત્રણ કંપનીની વિગતો માંગલવામાં આવી છે તેની ફાઈલો ખોવાઈ ગયેલ હોવાની માહિતી આપી હતી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.