કોમોડિટી કરંટ:ફેડનો વ્યાજવધારો, ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીથી સોનાની તેજીને ઝાંખપ, રૂ.50000ની મંદી નહિવત્

અમદાવાદ19 દિવસ પહેલાલેખક: મંદાર દવે
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ફેડના વ્યાજ વધારાએ સોનાની તેજી અટકાવી, સ્લોડાઉનની અસરે ટ્રેન્ડ મજબૂત રહેવા ધ્યાન
  • ક્રૂડઓઇલ તેજી પાછી ફરી, બ્રેન્ટ 113 ડોલર પહોંચ્યું આગામી સપ્તાહે 107 ડોલરનો અંદાજ

વૈશ્વિક સ્તરે સ્લોડાઉનનો માહોલ છે ત્યારે સલામત રોકાણ તરીકે સોનાનો ક્રેઝ જળવાઇ રહે તેવું અનુમાન છે પરંતુ ફેડ દ્વારા આક્રમક ધોરણે વ્યાજદરમાં વધારો કરવામાં આવી રહ્યો છે તેના કારણે કામચલાઉ ધોરણે ચમકમાં ઝાંખપ આવી છે. બૂલિયન એનાલિસ્ટો સોનામાં 50000ની મંદી નકારી રહ્યાં છે. વૈશ્વિક સ્તરે જ્યાં સુધી 1800 ડોલરની સપાટી અંદર સાપ્તાહિક ધોરણે બંધ ન આપે ત્યાં સુધી ઘટાડાની સંભાવના નથી. જ્યારે ચાંદીમાં બે તરફી મૂવમેન્ટ જોવા મળશે. ફોરેક્સ માર્કેટમાં ડોલર ઇન્ડેક્સની મજબૂતીના કારણે વેપારો અટવાઇ ગયા છે. ક્રૂડમાં ટ્રેન્ડ ઘટાડાનો રહ્યો છે.

ચોમાસા પર એગ્રીની તેજી મંદીનો ટ્રેન્ડ નિર્ભર રહેશે
ચોમાસાના સારા વરતારા મળી રહ્યાં છે. જેના કારણે એગ્રી કોમોડિટીમાં તેજી અટકી છે. સારા વરસાદ અને વાવતેર તથા ઉત્પાદનના અંદાજો સારા આવશે તો બજારમાં ઘટાડાનું અનુમાન છે. ખાદ્યતેલોમાં તેજીના વળતા પાણી થયા છે. દેશમાં આયાત વધે અને પામતેલની કિંમતોમાં વધુ ઘટાડો થાય તો સ્થાનિક ખાદ્યતેલોમાં ભાવ વધુ નરમ બનશે. ડોલરની મજબૂતીના કારણે નિકાસકારોને સારો ફાયદો મળી રહ્યો છે.

મેટલ્સ માર્કેટમાં નબળા વેપારે સુસ્તી
1. ચીનમાં માગ નબળી રહેતા તેજી નહીંવત્:
ચીનમાં લોકડાઉન દુર થયું છે પરંતુ ધારણા મુજબની માગ નથી જેના કારણે તેજીને સપોર્ટ મળતો નથી. ચીને વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે પરંતુ તેની પણ અસર જોવા મળી નથી.

2. કોપર, ઝિંક-એલ્યુમિનિ વોલેટાઇલ રહેશે: વૈશ્વિક સ્તરે ન્યૂ એજ મેટલ્સ એટલે કે બેટરી મટીરિયલની માગ ધીમી પડી છે જોકે, ઓટો સેક્ટર ફરી વૃદ્ધિ સાધતા તેની ડિમાન્ડ ખુલશે પરંતુ હજુ આગામી એકાદ સપ્તાહ કોપર, ઝિંક, એલ્યુમિનિ માર્કેટ વોલેટાઇલ રહી શકે છે.

3. ડોલરની મજબૂતીથી ઘટાડાની ચાલઃ ફેડની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવામાં આવતા ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી આવી છે જેના કારણે મેટલ્સમાં ઘટાડાની ચાલ રહી છે.

નવા સપ્તાહ માટેની ટ્રેડિંગ રેન્જ

વિગતબંધ ભાવરેન્જસ્ટોપલોસ
એરંડા73307270-74307370
કપાસ17321670-17701700
ગમ1048810250-1075011350
ગવાર55585470-56305530
ધાણા1137011000-1150011250
ક્રૂડ91649100-92309130
સોનું5098650750-5150051250
ચાંદી6152761000-6275062000

(નોંધ : ભાવ NCDEX-MCX વાયદાના છે)

અન્ય સમાચારો પણ છે...