તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આનંદ નિકેતન ધમકી પ્રકરણ:આરોપીની ધરપકડના ભણકારા; બે વિદ્યાર્થીનીના મોર્ફ્ડ કરેલા ફોટા ઈમેઈલથી મોકલી પરીક્ષા મોકૂફીની ધમકી આપતા હતા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આનંદ નિકેતન સ્કૂલને ગત માર્ચ 2020માં એક વિદ્યાર્થીએ સ્કૂલની બે વિદ્યાર્થીનીઓના મોર્ફ કરેલા ફોટા ઈમેઈલ મારફતે ડાર્કવેબ મારફતે મોકલીને પરીક્ષા મોકૂફ ન રાખે તો આવા સંખ્યાબંધ વિદ્યાર્થિનીઓના ફોટા સોશિયલ મીડિયામાં ફરતા કરી દેવાની ધમકી આપી હતી. આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરાઈ હતી. આ દિશામાં ચાલતી તપાસમાં હાલના તબક્કે ડાર્કવેબનો ઉપયોગ કરીને ઈમેઈલ મોકલનારા સગીર વયના આરોપીને શોધવામાં પોલીસને સફળતા મળી હોવાના સંકેતો મળી રહ્યા છે. આ કેસની તપાસમાં 200 જેટલા સાયબર એકસપર્ટ અને સાઈબર સિક્યુરિટી માટે દેશની નોડલ એજન્સી ઈન્ડિયન કોમ્પ્પુટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમનો પણ સંપર્ક કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...