તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી:ઓવૈસીના ડરથી કોંગ્રેસ લઘુમતી વોર્ડમાં સીધો મેન્ડેટ જ આપી શકે, જમાલપુર, ગોમતીપુર અને મક્તમપુરામાં બળવો થવાની આશંકા

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જમાલપુરમાં ઓવૈસી કોંગ્રેસના ત્રણ પૂર્વ કોર્પોરેટરને ટિકિટ આપશે

અમદાવાદમાં મ્યુનિ.ની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ પણ ઝંપલાવ્યું હોવાથી કોંગ્રેસના પ્રભુત્વવાળા લઘુમતી વોર્ડના ઉમેદવારો જાહેર કરવાને બદલે કોંગ્રેસ સીધો મેન્ડેટ જ આપે તેવી શક્યતા સૂત્રો પાસેથી જાણવા મળી છે. તેમાં પણ ખાસ કરીને જમાલપુર, ગોમતીપુર અને મક્તમપુરામાં બળવો થવાની સંભાવના છે. જમાલપુરમાં ઓવૈસીની પાર્ટીએ લગભગ કોંગ્રેસમાંથી અગાઉ ચૂંટાયેલા ત્રણ કોર્પોરેટરોને ટિકિટ આપવાનું નક્કી કર્યું છે. જ્યારે ચોથા ઉમેદવાર તરીકે અસમંજસ ચાલી રહી છે.

ઓવૈસીની પાર્ટીએ ધારાસભ્ય છોટુ વસાવાની BTP પાર્ટી સાથે ગઠબંધન
ઓવૈસીની પાર્ટીએ ધારાસભ્ય છોટુ વસાવાની BTP પાર્ટી સાથે ગઠબંધન

કોંગ્રેસે ઉમેદવારોને સીધા મેન્ડેટ આપવાનું મન બનાવ્યું
બીજી તરફ ગોમતીપુરમાં ઈકબાલ શેખની જ્યારે મક્તમપુરામાં કોર્પોરેટર હાજી અસરાર બેગ મિર્ઝાને કોંગ્રેસ ટિકિટ ન આપે તેવી શક્યતા છે. તેથી જો આ વોર્ડમાં કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તો આ કોર્પોરેટરો ઓવૈસીની પાર્ટીમાંથી ચૂંટણી લડી શકે છે. જેથી બળવો થવાની પ્રબળ શક્યતા હોવાને કારણે કોંગ્રેસે ઉમેદવારોને સીધા મેન્ડેટ આપવાનું મન બનાવ્યું હોવાનું મનાય છે.
ઓવૈસીની પાર્ટીને કારણે મુસ્લિમ ડોમિનેટિંગ ગણાતા વિસ્તારોમાં કોંગ્રેસને અસર પડશે
આ ઉપરાંત પણ ઓવૈસીની પાર્ટીને કારણે મુસ્લિમ ડોમિનેટિંગ ગણાતા દરિયાપુર, શાહપુર, દાણીલીમડા, બહેરામપુરા સહિતના વોર્ડમાં પણ કોંગ્રેસને સામાન્ય અસર પડી શકે તેમ છે. જો કે, મક્તમપુરા અને બહેરામપુરામાં કોંગ્રેસે વર્તમાન એક-એક કોર્પોરેટરને ફરીથી ટિકિટ આપવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ પેઈન્ટિંગને આચારસંહિતા લાગુ પડે?

આચારસંહિતા લાગુ છે ત્યારે મ્યુનિ. દાણાપીઠ કચેરીની બહાર સ્વચ્છ સર્વેક્ષણ માટે પેઈન્ટિંગ દોરવામાં આવી રહ્યા છે. આડકતરી રીતે ભાજપનો પ્રચાર કરાઈ રહ્યો છે.
આચારસંહિતા લાગુ છે ત્યારે મ્યુનિ. દાણાપીઠ કચેરીની બહાર સ્વચ્છ સર્વેક્ષણ માટે પેઈન્ટિંગ દોરવામાં આવી રહ્યા છે. આડકતરી રીતે ભાજપનો પ્રચાર કરાઈ રહ્યો છે.

કૌશિક જૈને શાહપુર, દરિયાપુર, સ્ટેડિયમ વોર્ડમાંથી ટિકિટ માગી
ભાજપના શહેર મહામંત્રી કૌશિક જૈને શાહપુર, દરિયાપુર અને સ્ટેડિયમ વોર્ડમાંથી ટિકિટ માટે માંગણી કરી છે. જો કે, ત્રણ વોર્ડમાંથી એક સાથે ટિકિટ માગતા વિવાદ પણ થયો છે. જો કે, સંગઠનમાં હોદ્દો ધરાવતા હોવાથી તેમને ટિકિટ મળવાની શક્યતા નથી, છતાં ટિકિટ માગી છે. જો કે ભાજપના સૂત્રોનું કહેવું છે કે, તેમને ટિકિટ આપવામાં આવે તો સિનિયર નેતાઓ પણ વિરોધ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો