તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાં કોરોના ફરી બેકાબૂ:પોલીસમાં પણ કોરોનાનો ડર, અમદાવાદની 31 પોલીસ લાઈન સેનેટાઈઝ કરવાની કામગીરી શરૂ

અમદાવાદ10 મહિનો પહેલા
  • શહેરની સૌથી મોટી દાણીલીમડા પોલીસ સ્ટેશનના ખૂદ જેસીપી અજય ચૌધરીએ હાજર રહી સેનેટાઈઝ કરાવી

અમદાવાદમાં કોરોનાનાં કારણે અનેક લોકોના મોત નિપજ્યા છે અને તેમાં પોલીસ જવાનો પણ બાકાત રહ્યા નથી. ત્યારે હવે અમદાવાદમાં ફરીથી કોરોનાના કેસ વધી રહ્યા છે તેવા સમયમાં પોલીસ જવાન અને તેમના સ્વજનો સુરક્ષિત રહે તે માટે આજથી શહેરની પોલીસ લાઈન સેનેટાઈઝ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

અમદાવાદ પોલીસના એડમિન સંયુક્ત પોલીસ કમિશ્નર અજય ચૌધરીએ આજથી શહેરની પોલીસ લાઈન સેનેટાઈઝ કરવાની કામગીરી શરૂ કરાવી હતી. કોઈ ને સૂચના આપવાને બદલે તેઓએ પોતે હાજર રહીને પોલીસ લાઈન સેનેટાઈઝ કરાવી હતી.

આગામી દિવસોમાં બીજી લાઈન પણ સેનેટાઈઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
આગામી દિવસોમાં બીજી લાઈન પણ સેનેટાઈઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

ડીસીપી કચેરી સહિત અન્ય પોલીસ લાઈન સેનેટાઈઝ કરાઈ
આ અંગે અજય ચૌધરીએ જણાવ્યું હતું કે, શહેરમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ અને તેમના પરિવાર સુરક્ષિત રહે તે માટેનો આ એક પ્રયાસ છે. આજે શહેરની મોટી પોલીસ લાઈન દાણીલીમડાને સેનેટાઈઝ કરવામાં આવી છે. સાથે જ ડીસીપી કચેરી સહિત 31 પોલીસ લાઈન સેનેટાઈઝ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં બીજી લાઈન પણ સેનેટાઈઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

પોલીસકર્મીઓ અને તેમના પરિવાર સુરક્ષિત રહે તે માટેનો આ એક પ્રયાસ
પોલીસકર્મીઓ અને તેમના પરિવાર સુરક્ષિત રહે તે માટેનો આ એક પ્રયાસ
આજે શહેરની મોટી પોલીસ લાઈન દાણીલીમડાને સેનેટાઈઝ કરવામાં આવી
આજે શહેરની મોટી પોલીસ લાઈન દાણીલીમડાને સેનેટાઈઝ કરવામાં આવી

અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 734 પોલીસ અધિકારી તેમજ કર્મચારી કોરોના સંક્રમિત થયેલા છે. જેમાથી કુલ 676 પોલીસ કર્મચારી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે પોલીસ તેમજ હોમગાર્ડ સહિત કુલ 6 કર્મચારીઓના કોરોનાના કારણે મોત થયા છે. હાલમાં 52 કેસ એક્ટિવ છે.

અન્ય સમાચારો પણ છે...