તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ:ગોઝારી રાત બાદ હોસ્પિટલ પ્રાંગણમાં મૃતક દર્દીના પરિજનોના આક્રંદ ‘અમને અમારા સ્વજન આપો’

અમદાવાદએક વર્ષ પહેલાલેખક: ચેતન પુરોહિત
  • કરૂણાંતિકા બાદ હોસ્પિટલ બહાર મૃતકના સ્વજન,પોલીસ, નેતા અને મીડિયાની અવરજવર

શહેરના નવરંગપુરા વિસ્તારમાં બુધવારે શ્રેય હોસ્પિટલની આસપાસ સામાન્ય વાતાવરણ હતું. પરંતુ ગઈકાલે ગોઝારી રાતે સાડા ત્રણ વાગ્યાના અરસામાં એક સામટા 8 કોરોના પોઝિટિવ દર્દીઓને આગની લપેટમાં લઈ લીધા હતા. જેથી આજે સવારથી હોસ્પિટલના પ્રાંગણમાં મૃતક દર્દીઓના પરિવારજનોનો આક્રંદ કરતા દેખાયા હતા. અમને અમારા સ્વજન આપોના આક્રંદ સાથે હોસ્પિટલ પરિસરમાં ડરનો માહોલ હતો.

રાતે તો દર્દીઓ સાથે પરિવારજનોએ વીડિયો કોલથી વાત કરી હતી
કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પોતાના સજા થઈને ઘરે જવા માટે સારવાર લઈ રહ્યા હતા. રાતે 12 વાગે કેટલાક દર્દીઓએ પોતાના સ્વજન સાથે વીડિયો કોલથી વાત કરતા હતા. પોતાના ઘરે જલદી આવશે તેવી વાતો હસતા ચહેરે તેમના પરિવારજનો વીડિયો કોલમાં સાંભળતા હતા. પરંતુ 3થી 4 કલાકમાં એવું કંઈક થયું કે હસતાં ચહેરા પર આંસુ અને ગમગીની હતી.

આગે 8 લોકોને જીવતા જ ભડથું કરી દીધા
શ્રેય હોસ્પિટલમા ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU) વોર્ડમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. પરંતું મોડી રાતે અચાનક 3.30 વાગે એક દર્દીના વાળમાં અચાનક આગ લાગી તેને બચવા એટેન્ડન્ટ દોડ્યા પણ તેની પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (PPE) કીટ આ આગમાં સળગી ગઈ અને ધીમેધીમે આગે આખા વોર્ડમાં પ્રસરી ICUમાં વેન્ટિલેશન ન હોવાથી આગ વિકરાળ બની અને 8 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા.

એક દિવસ પહેલા શાંત વાતાવરણ હતું આજે આક્રંદ સંભળાય છે
આગની ઘટનાની જાણ થતાં જ મીડિયામાં થઇ અને સ્વજનોના નામ સાંભળીને શ્રેય હોસ્પિટલ ભેગા થવા લાગ્યા હતા. બુધવારે હોસ્પિટલની બહાર જે શાંત વાતાવરણ હતું. તે આગની ઘટના બાદ આક્રંદ અને ચીસોમાં ફેરવાઈ ગયું હતું. હોસ્પિટલની બહાર પોલીસ, મીડિયા, રાજકીય નેતાઓ ભેગા થવા લાગ્યા છે. હાલ હોસ્પિટલ સીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...