તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:FD સ્કૂલના શિક્ષિકા કોરોનાને હરાવી 12 દિવસે ઘરે આવ્યાં

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરવેની કામગીરી દરમિયાન ચેપ લાગ્યો હતો
 • કહ્યું- દવાની સાથે મજબૂત વિલપાવર જરૂરી

જુહાપુરાની એફ,ડી હાઇસ્કૂલમાં બોયોલોજીના શિક્ષક જેબુન્નીસા ઇલિયાસ પોસ્ટવાલાને સરવેની કામગીરી દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યો હતો. સિવિલમાં 12 દિવસના સંઘર્ષ બાદ તેઓ કોરોનાને હરાવીને ઘરે પહોંચ્યાં છે.  જેબુન્નીસા ઇલિયાસે જણાવ્યું કે, જ્યારે હું સરવેની કામગીરીમાં જોડાઇ તો મને ઉઘરસ આવતી હતી. પરંતુ મને લાગ્યું કે મને ઘૂળની એલર્જી હોવાના કારણે ઉધરસ આવે છે. પરંતુ ત્યારબાદ તાવ આવ્યો. પરંતુ મને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. સરકારે ખાનગી હોસ્પિટલને ટ્રીટમેન્ટની છૂટ આપી હતી. પરંતુ કોઇ હોસ્પિટલે મને એડમિટ ન કરી. અંતે અમે સિવિલમાં જવાનું નક્કી કર્યું. મને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદ કરી, લોકો રાડો પાડતા હતા છતાં કોઈ ધ્યાન આપતું ન હતું. મેં કોરોના વોર્ડમાં ટ્રેની, પીજીના ડોક્ટર જોયા હતા, સિનિયર ડોક્ટોરો આવતા જ ન હતા. મને મારા વિલપાવરે ખૂબ મદદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો