વૃદ્ધની હત્યામાં ઘટસ્ફોટ:અમદાવાદમાં સાબરમતીના સિનિયર સિટિઝનની સમલૈંગિક સંબંધોમાં FB ફ્રેન્ડે હત્યા કરી, વૃદ્ધ યુવકને બ્લેકમેઇલ કરતો

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુવકે હત્યા કરી હતી તે વૃદ્ધની ફાઈલ તસવીર. - Divya Bhaskar
યુવકે હત્યા કરી હતી તે વૃદ્ધની ફાઈલ તસવીર.
  • 15 દિવસમાં જ 3 સિનિયર સિટિઝનની હત્યા થઈ જતાં પોલીસ પર પ્રેશર વધ્યું હતું
  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી અને ટેક્નિકલ એનાલિસિસ કરીને હત્યારાને ઝડપ્યો

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં સિનિયર સિટિઝનની હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. મૃતક સિનિયર સિટિઝન ફેસબુક મારફત એક યુવકના સંપર્કમાં આવ્યા હતા. થોડા સમય બાદ બંને સમલૈંગિક સંબંધ વિશે વાતો કરવા લાગ્યા હતા. ત્યાર બાદ બંને વચ્ચે સંબંધ બંધાયા હતા, પરંતુ વૃદ્ધ સતત યુવક પર સંબંધ બાંધવા માટે બ્લેકમેઇલ કરવા લાગ્યા હતા, જેથી યુવકે પ્લાન ઘડ્યો હતો અને તેમની હત્યા કરી નાખી હતી.

વૃદ્ધના હત્યારાને પકડવા ક્રાઈમ બ્રાન્ચે ટીમ બનાવી હતી
સાબરમતી વિસ્તારમાં 16મી નવેમ્બરે દેવેન્દ્ર રાવત નામના સિનિયર સિટિઝનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. 15 દિવસમાં ત્રીજા સિનિયર સિટિઝનની હત્યા થતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તાત્કાલિક આરોપીને પકડવા માટે ટીમ બનાવી હતી, જેમાં પોલીસને એક સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ એનાલિસિસથી એક શકમંદની કડી મળી હતી.

સાબરમતી વિસ્તારમાં વૃદ્ધનું ગળું કાપી હત્યા કરવામાં આવી હતી.
સાબરમતી વિસ્તારમાં વૃદ્ધનું ગળું કાપી હત્યા કરવામાં આવી હતી.

સિનિયર સિટિઝન યુવક પર દબાણ કરતો
પોલીસે આ કેસમાં કુહા ગામમાં રહેતા ઉમંગ ઉર્ફે કનો જશવંત દરજી (ઉં.વ. 31)ની અટકાયત કરી તેની પાસેથી વૃદ્ધની બાઇક મળી આવી હતી. તેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે બે વર્ષ અગાઉ દેવેન્દ્ર રાવત સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી. બંને ઘણા સમય ચેટ કરતા હતા., એમાં બંને સમલૈંગિક વાતો કરવા લાગ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે સમલૈંગિક સંબંધ પણ બંધાયા હતા, જેમાં દેવેન્દ્ર ઉમંગને અનેક વખત સંબંધ બાંધવા માટે બોલાવતો, પણ ઉમંગ ના પડે તો તેના ઘરે આવીને બધું કહી દેશે કહીને બ્લેકમેઇ કરતો હતો.

બ્લેકમેઇલ બાદ યુવક વૃદ્ધ પાસે ગયો અને તેની હત્યા નાખી
16મીએ ફરી સિનિયર સિટિઝન દેવેન્દ્રે ઉમંગને ફોન કર્યો હતો અને તેને સંબંધ બાંધવા માટે બ્લેકમેઇલ કર્યો હતો, જેથી ઉમંગ તેમને મળવા ગયો હતો, જ્યાં બંને વચ્ચે પ્રથમ સંબંધ કોણ બાંધશે એ બાબતે ઝગડો થયો હતો અને ઉમંગે દેવેન્દ્રના ગળા પર છરી મારી દીધી હતી. આ બનાવમાં સિનિયર સિટિઝનનું મોત નીપજ્યું હતું. ત્યાર બાદ ઉમંગ સિનિયર સિટિઝનની સોનાની ચેન વેચીને અમુક રકમ તેની ગર્લફ્રેન્ડને આપી દીધી હતી. જ્યારે બાઇકની નંબર પ્લેટ બદલી નાખી હતી. આ કેસમાં વધુ વિગત મેળવવા માટે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.

ફોન આવ્યા બાદ ચેન ખરીદવા યુવક સાથે ગયા હતા
16 નવેમ્બરે બપોરે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. તે ફોન મૂક્યા બાદ પત્નીએ તેને પૂછતાં સિનિયર સિટિઝને કહ્યું, ‘એક છોકરો છે, જે વટવામાં રહે છે અને વાડજમાં નોકરી કરે છે. તેને દિવાળીનું બોનસ મળ્યું હોવાથી તેની માતા માટે સોનાની ચેન ખરીદવી હોવાથી મને સાથે લઈને જ્વેલર્સ શોપમાં જવા માગે છે, જેથી હું તેને સાંજે સાબરમતી રામનગર ખાતેના લક્ષ્મી જ્વેલર્સમાં લઈ જઈશ.’ આ વાત કર્યા બાદ સાંજે તે છોકરાનો ફરી વખત ફોન આવતાં સિનિયર સિટિઝન ઘરેથી બાઈક લઈ નીકળ્યા હતા. જોકે રાતે 8 વાગ્યા સુધી ઘરે પાછા ન આવતાં પત્નીએ ફોન કર્યો તો એ બંધ આવતો હતો.

પોલીસે આરોપી પાસેથી સોનાની ચેન અને બાઈક જપ્ત કરી.
પોલીસે આરોપી પાસેથી સોનાની ચેન અને બાઈક જપ્ત કરી.

ભત્રીજાએ રાત્રે 1 વાગ્યે જઈને જોયું તો હત્યા થઈ હતી
સિનિયર સિટિઝનનાં પત્ની તેમના ભત્રીજા મનોજ ચૌધરીને સાબરમતીમાં તેમના બીજા મકાનમાં તપાસ કરવા કહ્યું હતું. જોકે મનોજ કલોલ હોવાથી તે મોડી રાતે 1 વાગે સાબરમતીના મકાને જઇ જોયું તો મકાનના અંદરના રૂમમાં સિનિયર સિટિઝન લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. તેમના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઈ હતી. લૂટારા તેના ગળામાંથી સોનાની ચેન (કિં. રૂ.50 હજાર), ફોન અને બાઈક મળીને રૂ. 85 હજારની મતા લૂંટી ગયા હતા, જેની સિનિયર સિટિઝનની પત્નીની ફરિયાદના આધારે સાબરમતી પોલીસે ખૂન અને લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

દવા ખરીદવાને બદલે અજાણ્યા સાથે ગયા
સિનિયર સિટિઝનને આંખમાં નાખવાની દવા ખરીદવાની હોવાથી તેઓ પત્ની સાથે સાંજે સાબરમતી રામનગર જવાના હતા, જે વિશે બંનેએ સવારે વાત પણ કરી હતી, પરંતુ બપોરે છોકરાનો ફોન આવતાં સિનિયર સિટિઝનને ચેન અપાવવા સાંજે એકલા જ બાઈક લઈને સાબરમતી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...